અણ્ણાની સ્ટિંગ CDથી અરવિંદ અત્યંત ખિન્ન
હજુ બે વર્ષ પહેલા ભારતના અર્વાચીન ગાંધીનું જેમને બિરુદ મળ્યું હતું એવા અણ્ણા હઝારેના સ્ટિંગ ઓપરેશનની એક CD ગઈકાલથી નેશનલ મીડિયામાં વહેતી મુકાતા અણ્ણાના નામે રાજનીતિમાં ઝંપલાવનાર જૂથના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અત્યંત ખિન્ન છે કારણ કે એ સ્ટિંગ ઓપરેશનમાં અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલની પ્રમાણિકતા અંગે આડકતરા આક્ષેપ કર્યા છે.
આજે દિવસભર ચાલેલી ચર્ચા બાદ અરવિંદ કેજરીવાલ અત્યંત નાસીપાસ દેખાયા હતા. જો કે આવતીકાલે મીડિયા સમક્ષ અણ્ણાની એક CD આવશે એમ અરવિંદના સમર્થકો કહી રહ્યા છે. આ CD બહાર આવ્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે એમ આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે.