Follow us on    |   Today : 20/02/2018       12:47:17                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

અમિત શાહે અમદાવાદ આવવા હજુ રાહ જોવી પડશે..

સોહરાબુદ્દીન ફર્જી એન્કાઉન્ટર કેસના આરોપી એવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે અમદાવાદ પ્રવેશ માટે હજુ એક મહિનો રાહ જોવી પડશે.

સોહરાબ કેસમાં હાઇકોર્ટ દ્વારા અપાયેલા જામીન ને સીબીઆઈએ સર્વોચ્યમાં પડકારતા હાલ આ મામલે દલીલો ચાલી રહી છે. સર્વોચ્ય અદાલતે જામીન રદ કરવા અંગેની સીબીઆઈની અરજી દાખલ કરી આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી અમિત શાહને ગુજરાત બહાર રહેવા આપેલા નિર્દેશને પગલે અમિત શાહ અમદાવાદ પોતાના નિવાસે આવી શકતા નથી.

આજે સર્વોચ્યમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.અમિત શાહ તરફે જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ દલીલ કરી હતી. દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે વધુ સુનાવણી ૨૩ ફેબ્રુઆરી પર મુલતવી રાખતા અમિત શાહે અમદાવાદ આવવા હજુ રાહ જોવી પડશે.

Comments are closed