Follow us on    |   Today : 20/02/2018       12:53:43                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

આઝાદીની ક્ષણોને કેમેરામાં કંડારનાર હોમાઈ વ્યારાવાલા બન્યા પદ્મ વિભૂષણ…

જીવનના નવ દાયકા પૂર્ણ કરી ચુકેલા વડોદરાના નિવાસી અને મૂળ દક્ષિણ ગુજરાતના વ્યારા ગામના પારસી મહિલા હોમાઈ વ્યારાવાલાની આંખોમાં હજુ પણ દેશની આઝાદીની એ પળો કેદ છે જે આપણે નથી જોઈ..હોમાઈ એ સમયે યુવાન હતા અને અવ્વલ દર્જાના ફોટોગ્રાફર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યા હતા.૧૫ ઓગસ્ટના રોજ હોમાઈ દિલ્હીમાં જ હતા અને આઝાદ ભારતના પ્રથમ ધ્વજ વંદનની તસ્વીરો એમણે કેમેરામાં કંડારી હતી.

એવા હોમાઈને આજે પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મોડી સાંજે હોમાઈ વ્યારાવાલાને પદ્મ વિભૂષણ થી સન્માનિત કરાયા હોવાના સમાચાર મળતાં જ મીડિયા હોમૈના ફતેહગંજ સ્થિત નિવાસસ્થાને પહોંચી ગયું હતું.

Comments are closed