Follow us on    |   Today : 20/02/2018       12:57:03                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

આઝાદ ભારતમાં આવું પણ એક ગામ છે…

છત્તીસગઢના બસ્તર જિલ્લામાં નક્સલીઓના કબજાવાળા ઈંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રમાં આવનારા ગામોમાં અત્યાર સુધી છુપાઈને જ ઝંડો ફરકાવાયો છે. પરંતુ આઝાદી બાદ આ વર્ષે પહેલી વખત 26 જાન્યુઆરીએ અહીંયા જાહેરમાં ઝંડો ફરકતો જોવા મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે પહેલીવાર ઉદ્યાન પરિસરના એક ગામના સ્વસહાયતા સમૂહના લોકોએ આ વર્ષે વિવિધ જગ્યાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો નિર્ણય લીધો છે.

આ રાષ્ટ્રીય ઉદ્યાનના 25થી 30 ગામની શાળાઓમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ નક્સલીઓ દ્વારા કાળો ધ્વજ ફરકાવીને ગણતંત્ર દિવસનો વિરોધ કરવામાં આવે છે. આશરે 1250 લર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં સંપૂર્ણપણે નક્સલીઓનો કબજો છે. જેના કારણે નવવિભાગના કર્મચારીઓ અહીંના વન્યજીવોની ગણતરી પણ નથી કરી શકતા.

આ પહેલા અહીંની શાળાઓમાં છુપાઈને ઝંડો ફરકાવાતો, કારણ કે જેવી નક્સલીઓને જાણ થતી કે તરત જ તેઓ તિરંગો ઉતારીને કાળો ધ્વજ ચડાવી દેતા. આ વર્ષે આ વિસ્તારના લોકોએ નક્કી કર્યું છે કે ગમે તે થાય પણ તેઓ આ વખતે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ નક્સલીઓના મનસૂબાને સફળ નહીં થવા દે. આદિવાસીઓના આ વિચારો સાબિત કરે છે કે હવે ગમે તે થાય તેઓ દહેશતમાં કે ડરી ડરીને રહેવા માંગતા નથી.

Comments are closed