Follow us on    |   Today : 20/02/2018       12:54:02                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

આવતીકાલે શેર બજારમાં અફડાતફડી???

દુનિયા આખીને મુઠ્ઠીમાં રાખવાની સલાહ આપી સ્વર્ગે સિધાવેલા ધીરુભાઈ અંબાણીના પુત્ર અનીલ અંબાણીથી આજકાલ કેન્દ્ર સરકાર નારાજ છે એ વાત સૌ જાણે જ છે…કસમયે લીધેલા ખોટા નિર્ણયોને પગલે અનીલ અંબાણી આજકાલ કેન્દ્ર સરકારની નારાજગી ભોગવી રહ્યા છે…અને કદાચ એણે કારણે જ ગઈકાલે ‘સેબી’ એ અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની ટોચની બે કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો હોવાની વાત વહેતી થતાં જ આજે અનીલ અંબાણીએ સ્પષ્ટતા કરવા પત્રકાર પરિષદ યોજી હતી અને રોકાણકારોનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી હતી…

જો કે આવતી કાલે સવારે શેર બજાર ખુલતાની સાથે જ અફડાતફડી સર્જાશે એવું જાણકારોનું માનવું છે.નાના રોકાણકારોએ બજારથી દુર રહેવું સલાહભર્યું છે..

Comments are closed