Follow us on    |   Today : 20/02/2018       01:04:29                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ઈડન ગાર્ડન-કરવા ગયા કંસાર…થઇ ગયું થૂલું……

વિશ્વનું બીજા નંબરનું સ્ટેડીયમ ગણાતું ઈડન ગાર્ડન કદાચ ક્રિકેટના મહાકુંભની મેચનું યજમાન નહિ બની શકે. આમ તો સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયાના એમસીજી કરતાં મોટું અને લોર્ડઝ કરતાં ભવ્ય બનાવવાની મહેચ્છા હતી પરંતુ ભારોભાર ભ્રષ્ટાચાર અને સ્વભાવગત રેઢિયાળપણાને લીધે ઇડન ગાર્ડન હજુ તૈયાર થયું નથી અને આઈસીસીના ઇન્સ્પેક્શન બાદ હવે ઇંગ્લેન્ડ સામેની મેચ નહિ જ રમાય એ નક્કી થઇ ગયું છે. ટૂંક માં ‘ કરવા ગયા કંસાર અને થઇ ગયું થૂલું ‘જેવો ઘાટ થયો છે.

કોલકાતાવાસીઓ અત્યંત નારાજ છે અને ઇડનની અવદશા માટે દાલમિયા અને પવાર વચ્ચે ચાલી રહેલા જંગને જવાબદાર માને છે. જો કે આજે મનમોહન સરકારના સંકટમોચક પ્રણબદા મેદાનમાં આવ્યા છે અને પવારને મળી ઇડન માટે વધુ મહેલત મળે એ માટે માંગણી કરનાર છે.

Comments are closed