Follow us on    |   Today : 18/11/2017       11:09:58                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

કોબ્રાનો વધુ એક ડંખ-operation blue virus

મોદી અને ભાજપના સ્ટિંગ કરવા માટે જાણીતા તહેલકાનું ‘મરણ’ થઇ ગયું હોવા છતાં કોબ્રાપોસ્ટ હજુ કાર્યરત છે. આજે કોબ્રાપોસ્ટ દ્વારા મોદી સરકારને મધ્યબિંદુમાં રાખી વધુ એક ડંખ મારવામાં આવ્યો. એક બાજુ જયારે મોદીજીને ‘ટાઈમ’ મેગેઝીનના કવર પેઈજ પર લાવવા સાયબર આર્મી અને સોપારી લેતી કંપનીઓ કામે લાગી છે ત્યારે કોબ્રાપોસ્ટ દ્વારા કરવામાં આવેલો આ ઘટસ્ફોટ સોશિયલ મીડિયા પર ચાલતા ગોરખધંધાને પ્રકાશમાં લાવ્યો છે. કોઇને બદનામ કરવા છે ? ખુદને ઘેર-ઘેર જાણીતા કરવા છે ? કોઇની કારર્કીદી બરબાદ કરવી છે ? કોઇના લગ્ન તોડવા છે ? હવે આ બધા માટે ઓનલાઇન સોપારી પણ આપી શકાય છે. હાલ આવુ કામ નેતાઓ માટે કરવામાં આવી રહયુ છે કે જેથી ચુંટણીમાં ફાયદો ઉઠાવી શકાય. આવી કંપનીઓ છે જે ફેસબુક, ટ્‍વીટર અને બીજી સોશિયલ નેટવર્કીંગ સાઇટ થકી લોકોને ખરાબ રીતે ચિતરવા કે તેઓને જાણીતા કરવા માટે સોપારી લ્‍યે છે. આ કામ માટે તેઓ કેટલાક લાખ રૂપિયાથી લઇને કેટલાક કરોડ રૂપિયા પણ લે છે.

વેબસાઇટ ‘કોબરા પોસ્‍ટ’ના એક સ્‍ટીંગ ઓપરેશન થકી આ કંપનીઓનો પર્દાફાશ થયો છે. ઓપરેશન ‘બ્‍લુ વાયરસ’ ના નામથી આ સ્‍ટીંગ ઓપરેશનમાં લગભગ ૨ ડઝન આવી કંપનીઓનો પર્દાફાશ કરવામાં આવ્‍યો છે જેઓ સોશિયલ મીડીયા થકી લોકોને બદનામ કરવા કે મશહુર કરવા સોપારી લે છે.

એક નેતાજીના ખાસ માણસ બનીને પહોંચેલા કોબ્રાપોસ્ટblue virusના સહાયક સંપાદક સૈયદ મશરૂર હશને આ આઇટી કંપનીઓને પોતાના દાગી નેતાજીની છબીને સુધારવા માટે જણાવ્‍યુ હતુ. કંપનીઓને જણાવાયુ હતુ કે નેતાની વિરોધી છબીને ખરાબ પણ કરવી છે અને આ માટે તેમના ચરીત્ર ઉપર લાંછન પણ લગાવવુ પડે તો કોઇ વાંધો નથી. કારણકે આનાથી તેમને ચુંટણી જીતવામાં મદદ મળશે. હશને જણાવ્‍યુ હતુ કે કોઇપણ કંપનીએ મારા આ કામનો ઇન્‍કાર ન કર્યો. એક કંપની તો કોબ્રાપોસ્ટના સંસ્‍થાપક અને હશનના બોસ અનિરૂધ્‍ધ બહેલને બદનામ કરવા તૈયાર થઇ ગઇ હતી. આ કંપનીને એવુ પણ જણાવાયુ હતુ કે અનિરૂધ્‍ધ બહલ કોણ છે.

આ કામ માટે આ આઇટી કંપનીઓ નકલી ફેસબુક પેઇઝ ઉભુ કરીને તેને પોતાના કર્મચારીઓ સાથે લાઇક કરાવે છે કે પછી લાઇકસ ખરીદે છે. કંપનીઓએ એક વાયરસની મદદથી લાઇકસ વધારવાનો પ્રસ્‍તાવ મુકયો હતો. આ વાયરસ થકી ફેસબુક અને ટ્‍વીટર ફેન્‍સની સંખ્‍યા અનેક ગણી વધારી શકાય છે. આ સિવાય પ્રમોશનલ વિડિયો બનાવીને તેને યુટયુબ પર વાયરલ કરવા અને એસએમએસ અને ઇમેઇલ મોકલવાની વાત પણ જણાવવામાં આવી હતી.

કોબ્રાપોસ્ટના જણાવ્‍યા પ્રમાણે આ કંપનીઓએ કહયુ હતુ કે તેઓ નેતાજીના વિરોધીઓને બદનામ કરવા માટે નકલી વિડીયો બનાવીને તેને યુટયુબ ઉપર વાયરલ કરી શકે છે. આ વિડીયોમાં વિરોધીઓને અશોભનિય હાલતમાં પણ બતાડી શકાય તેમ છે. કેમેરા પર આ કંપનીના લોકો અફવા ફેલાવવાનું વચન આપવા પણ કેદ થયા હતા. એક કંપનીના મેનેજરે કહયુ હતુ કે અફવાઓ ફેલાવીને વિરોધી મતદારોના ઘરોની અંદર રાખી શકાય છે કે જેથી નેતાજી વિરૂધ્‍ધ વોટ ન પડે.

છેલ્લા કેટલાક સમયથી બેંગ્‍લોર અને હૈદ્રાબાદમાં ઉતર પુર્વના લોકો વિરૂધ્‍ધ કેટલીક અફવાઓ ઉડી હતી. એ પછી હજારો લોકો આ શહેરોમાંથી પલાયન થઇ ગયા હતા. એસએમએસ થકી આ લોકોના મનમાં ડર મુકવામાં આવ્‍યો હતો. ઘટના પછી કોબ્રાપોસ્ટને શંકા ગઇ હતી કે આ અફવા જાણી જોઇને ફેલાવવામાં આવી હતી. શોધખોળ બાદ કોબ્રાપોસ્ટને અનેક રહસ્‍યો જાણવા મળ્‍યા હતા

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au