Follow us on    |   Today : 20/02/2018       01:00:15                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ક્રિકેટપ્રેમીઓનો હૃદયસમ્રાટ સચિન બનશે ભારત રત્ન???

આવતી કાલે પ્રજાસત્તાક દિન….એ પૂર્વે રાષ્ટ્રપતિ તરફથી પદ્મ એવોર્ડ્સ ની જાહેરાત થતી હોય છે અને મોડી સાંજે દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ‘ભારત રત્ન’ની જાહેરાત થતી હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં ૫૧ સદી ફટકારી વિક્રમ સર્જનાર, સૌથી વધુ રન બનાવનાર, અને અગાઉ દેશના બીજા નંબરના નાગરિક સન્માન પદ્મવિભૂષણ થી સન્માનિત સચિન તેન્દુલકરને ભારત રત્ન આપવા સરકાર સમક્ષ દેશભરમાંથી કરોડો નાગરિકોએ માંગ મૂકી છે.

ગણતરીના કલાકોમાં ભારત રત્ન ની જાહેરાત થઇ જશે. સામાન્ય રીતે કોઈ રમતવીરને આ સન્માન અગાઉ મળ્યું ના હોઈ વિવેચકો માને છે કે સચિનને કદાચ આ વર્ષનું ‘ભારત રત્ન’ નહિ મળે. વળી પશ્ચિમ બંગાળમાં આ વર્ષે ચૂંટણી યોજવાની હોઈ કેન્દ્રની કોંગી પ્રેરિત સરકાર સૌથી લાંબા સમય માટે મુખ્યમંત્રી રહી ચુકેલા સ્વ. જ્યોતિ બસુને ભારત રત્ન થી નવાજે તો નવાઈ નહિ.

Comments are closed