Follow us on    |   Today : 21/04/2018       09:07:19                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ગુગલે પેરેશ્યુટમાં હવા ભરી આકાશે મોકલ્યું

parachute-finalવેબની દુનિયાના સૌથી વ્યાપક સર્ચ એન્જીન ગુગલે આજે ઇન્ટરએક્ટીવ ડુડલથી દુનિયાના સૌ પ્રથમ પેરેશ્યુટ જંપને યાદ કર્યો.

૨૧૬ વર્ષ પૂર્વે ઇ.સ. ૧૭૯૭માં ઓક્ટોબરની ૨૨ તારીખે ફ્રાંસના નાગરિક આન્દ્રે જેકિસ ગાર્નેરીને ૩૨૦૦ ફૂટની ઉંચાઈએથી સિલ્ક પેરેશ્યુટ પહેરી દુનિયાનો પહેલો જંપ મારી ઇતિહાસમાં સ્થાન મેળવ્યું હતું. એ પ્રસંગની યાદમાં ગુગલે આજે ઇન્ટરએક્ટીવ ડુડલ બનાવ્યું અને દુનિયાને એ પ્રસંગની યાદ દેવડાવી.

પેરેશ્યુટનું નામ પણ ફ્રેંચ શબ્દ paracete અર્થાત ‘પડવા સામે રક્ષણ’ પરથી પાડવામાં આવ્યું.

Comments are closed