Follow us on    |   Today : 20/02/2018       12:57:23                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ગુરુવારે ગુરુ-પુષ્યામૃત યોગનો પ્રારંભ…

આવતીકાલ ગુરુવાર તા.૨૩મી ડિસેમ્બરના રોજ બપોરે ૧.૫૧થી ગુરુ-પુષ્યામૃત યોગ થાય છે. આ દિવસે ગજ-કેસરી યોગ, ચંદ્ર-ગુરુનો નવ-પંચમ યોગ પણ થાય છે. આ દિવસ મંત્રસિદ્ધિ અને ખરીદી માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. જ્યારે પુષ્ય નક્ષત્ર સૌથી બળવાન નક્ષત્ર માનવામાં આવ્યું છે. આ દિવસે વિદ્યાકીય કાર્ય કે પુસ્તક લખવાનો પ્રારંભ માટે પણ ઉત્તમ દિવસ છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે  ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવતા ગુરુ-પુષ્યામૃત યોગ બને છે. જ્યારે આ દિવસ વિદ્યાકીય સફળતા, મંત્રસિદ્ધિ, સોના-ચાંદી સહિતની ખરીદી માટે પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. આ દિવસે જે કાર્ય શરૂ થાય તેમાં સફળતા મળે છે. વર્ષમાં રવિ-પુષ્ય કે ગુરુ-પુષ્યના યોગ ખૂબ જ ઓછા આવતા હોય છે.

વિદ્યાર્થીઓ આ દિવસે વિદ્યાભ્યાસમાં સફળતા મેળવવા માટે ‘ઓમ્ ગુરુવે નમ:’ મંત્રની માળા આ યોગ શરૂ થયા બાદ કરી શકે છે. જ્યારે પોતાનાં ગુરુનું પૂજન, દત્ત બાવનીનું પઠન પણ ઉત્તમ છે. જ્યારે સાંઇ ઉપાસના પણ ઉત્તમ માનવામાં આવી છે. શકય હોય તો આ દિવસે ઉપવાસ કરવો. ગાયને ચણા કે ગોળ ખવરાવો પણ પુણ્ય ફળદાયી મનાય છે.

જયોતિષશાત્રના જ્ઞાતા દત્તકૃષ્ણાનંદજીએ જણાવ્યું કે જેવી રીતે પ્રાણીઓમાં જે રીતે સિંહ બળવાન છે, તેવી જ રીતે નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર બળવાન છે. તા.૨૩મીએ ગુરુ પુષ્યામૃતની સાથે ગજ-કેસરી યોગ અને ચંદ્ર-ગુરુનો નવ-પંચમ યોગ થાય છે. જે પણ ખરીદી માટે અને મંત્ર-સિદ્ધિ માટે ઉત્તમ છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ વૃદ્ધિ પામે છે. આ દિવસ જમીનનાં લે-વેચ માટે પણ ઉત્તમ છે.

પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણ પ્રાશનથી તેજસ્વી-મેધાવી બને છે

આયુર્વેદ શાસ્ત્ર જ્ઞાતા વૈધ્ય પ્રવીણભાઇ હીરપરાએ જણાવ્યું કે આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશન આપવાનું મહત્વ છે. જેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલું જ નહીં શરદી-ઉધરસ આદિ રોગોની તીવ્રતા ઘટે છે. જેવી રીતે આધુનિક વિજ્ઞાનમાં રોગપ્રતિકારક રસી અપાતી હોય છે, તેવી જ આ સુવર્ણ-પ્રાશનની અસર અહીં જોવા મળે છે.

સુવર્ણ પ્રાશનમાં સુવર્ણ ભસ્મની સાથે અનેક આયુર્વેદીક ઔષધો હોય છે, જેનાથી બાળક મેધાવી-તેજસ્વી બને છે અને તેની સ્મૃતિ શક્તિનો પણ વિકાસ થાય છે.

Comments are closed