Follow us on    |   Today : 20/02/2018       12:45:44                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ગોધરા કાંડના આરોપીઓને નવ વર્ષ બાદ મળશે સજા..

આજથી નવ વર્ષ પૂર્વે ગોધરા રેલ્વે સ્ટેશનની બહાર બનેલા એક બનાવે આખાયે દેશનું વાતાવરણ ડહોળી નાખ્યું હતું. શાંતિપ્રિય ગણાતા ગુજરાતીઓએ એ બનાવ બાદ એવો તો પ્રતિસાદ આપ્યો હતો કે દેશ અને દુનિયા આખી હચમચી ગઈ હતી. એ બનાવ એટલે સાબરમતી એક્સપ્રેસના એસ-૬ ડબ્બાને આગ ચાંપવાનું કેટલાક ધર્માંધ કોમી તત્વોનું નૃશંશ કૃત્ય…

૫૯-૫૯ નિર્દોષ કારસેવકોને , જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો જ હતા, જીવતા ભૂંજી નાખનાર કટ્ટરવાદીઓ હાલ સાબરમતી જેલમાં બંદ છે અને હવે ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. જોકે આ તમામ કાચા કામના કેદી હોવાથી હાલ તો રોજ સવારે ગોધરાથી મોકલવામાં આવતાં મોટા મોટા ટિફિનોમાંની ચિકન-મટન બિરિયાનીની જયાફત ઉડાવતા હોય છે. પરંતુ હવે ૧૯ ફેબ્રુઆરીએ જો એમની નાપાક હરકતો અંગેનો ચુકાદો આવી જશે તો જેલમાં નવ-નવ વર્ષથી મળતી આ સવલતનો અંત આવી જશે.

અને નવ વર્ષે મૃત નિર્દોષ કારસેવકોના પરિજનોને ન્યાય મળશે.

Comments are closed