Follow us on    |   Today : 20/02/2018       12:56:44                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

જા કો રાખે સાંઇયા, માર સકે ના કોઈ…

બે  જ કલાક માં નવ નવ હાર્ટ એટેક???સામાન્ય રીતે ત્રીજા હાર્ટ એટેક બાદ કોઈ જીવી શકતા નથી…પરંતુ જો ઈશ્વરની દયા હોય તો માત્ર બે જ કલાકમાં નવ નવ હાર્ટ એટેક આવ્યા છતાં પણ જીવી જનારા એક વ્યક્તિની કથા મેડીકલ સાયન્સમાં દંતકથા સ્વરૂપ મનાય છે.

જા કો રાખે સાંઇયા, માર સકે ના કોઈ… અહીંયા તો સાંઈની કમાલ એવી છે કે આ વ્યક્તિ એક કે બે નહીં પણ ૯ વખત મોતના મોંમાંથી પાછો આવ્યો છે. ઈલેક્ટ્રિશિયન રે લેકોમ્બરને તેના પરિવારે હવે કેટ તરીકે બોલાવવાનું શરૂ કરી દીધું છે.

પહેલા તો તેને ઘરમાં જ બે વખત હાર્ટ એટેક આવ્યા હતા. આ પછી ૪ હાર્ટ એટેક તેને એમ્બ્યુલન્સમાં અને ૩ એટેક હોસ્પિટલમાં આવ્યા. બે કલાકમાં રેને ૯ વખત હ્રદયરોગનો હુમલો થયો. બે બાળકોના આ પિતા માટે બચી જવું એ કોઈ ચમત્કારથી ઓછુ નથી. આ પહેલા તે ક્યારેય હોસ્પિટલમાં રહ્યો નથી.

તેની પત્ની બ્રેન્ડાએ જણાવ્યું છે કે રેને પહેલો એટેક આવ્યો એ પછી તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ડોક્ટરોએ રેને એમ્બ્યુલન્સમાં સૂવાડ્યા ત્યારે તેઓ એ રીતે વર્તી રહ્યા હતા, જાણે કંઈ બન્યું જ ન હોય. ડોક્ટરોએ પણ આ પ્રકારનો કેસ પહેલી વખત જોયો છે

Comments are closed