Follow us on    |   Today : 21/04/2018       09:10:53                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ઝૂંપડાવાસીઓને બેઘર કરવાની કામગીરી શરૂ

વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં આવેલી ઇન્દિરા નગર વસાહતનાં 206 કાચા પાકા મકાનો તોડવાની કાર્યવાહી શુક્રવારે શરુ કરાઈ હતી . સ્લમ ફ્રી વડોદરા બનાવવાની યોજના ભાગ રૂપે મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલી આ ઝુપડપટ્ટીને ખસેડવા માટે પાલિકાએ તૈયારીઓ કરી હતી

ઉલ્લેખનીય છે કે આ વસાહતમાં રહેતા લોકોને નુર્મ યોજના હેઠળ એલ આઈ જી મકાનો આપવામાં આવ્યા હતા. અને પાલિકાએ લોકોના મકાનો ખાલી કરવાની નોટીસ આપી દીધી હતી જેથી મોટા ભાગનાં લોકોએ પોતાના મકાનો ખાલી પણ કરી દીધા હતા.

આજે સવારે પાલિકાની દબાણ શાખા એ પોલિસ ને સાથે રાખી ને આ વસાહત નાં 206 મકાનો તોડી પાડ્યા હતા. શનિવારે પણ કિશનવાડી વિસ્તાર માં 75 થી વધુ કાચા પાકા મકાનો તોડવાની કાર્યવાહી કરાશે.indira nagar

Comments are closed