Follow us on    |   Today : 20/02/2018       12:50:20                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

તિસ્તાએ જામીન માટે રાહ જોવી પડશે…

પાંડરવાડા નરકંકાલ કેસમાં તિસ્તા શેતલવાડનું પણ નામ બહાર આવતા  ગોધરા સેશન્સ કોર્ટમાં તિસ્તા શેતલવાડ દ્વારા આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી સત્ર અદાલતમાં આજે હાથ ધરાવાની હતી.પરંતુ આ સુનાવણી ૧૦ ફેબ્રુઆરી પર મુલતવી રખાતા આગોતરા જામીન માટે તિસ્તાએ રાહ જોવી પડશે.

આ એજ તિસ્તા છે જેણે અનેક મામલે ગુજરાત, ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદીને દુનિયાભરમાં બદનામ કરવા અનેક પ્રકારના હથકંડા અજમાવ્યા હતા જે પૈકી પાંડરવાડા કેસ પણ એક હતો. પાંડરવાડામા ગોધરા કાંડ દરમ્યાન અનેક મુસ્લિમોની નિર્મમ હત્યા થઇ હોવાના આક્ષેપ તિસ્તાએ લગાવ્યા હતા અને એના એક જમાનાના ગુજરાતના કાર્યકર રઈસખાન સાથે મળી પાંડરવાડા જઇ જાણે જમીનમાંથી ખોદકામ કરી ગુમ થયેલા મનાતા મુસ્લિમોના નરકંકાલ ‘શોધી’ કાઢ્યા હતા અને ગુજરાતને દુનિયાભરમાં બદનામ કર્યું હતું.

ફોરેન્સિક જાંચ બાદ તિસ્તાના કરતુતોનો પર્દાફાશ થયો હતો. અને આખીયે બીના ઉપજાવી કાઢી હોવાનું પુરવાર થતાં પોલીસે તિસ્તા તથા રઈસખાન અને અન્ય વિરુદ્ધ ગુનો નોંધો ધરપકડના ચક્રો ગતિમાન કરતાં હવે તિસ્તાએ આગોતરા જામીન માટે અરજી કરી છે આજે સુનાવણી ટળી જતાં  સરકાર અને સરકાર વિરોધીઓની આગામી દસમીએ હાથ ધરાનાર સુનાવણી પર નજર હશે.

Comments are closed