Follow us on    |   Today : 20/02/2018       01:00:55                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

દક્ષિણ આફ્રિકામાં હિન્દુસ્તાનનો ત્રિરંગો લહેરાયો…

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં રમાયેલી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયા બાદ દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના આગમનના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં હાલ આફ્રિકામાં રા-વનનું શુટીંગ કરી રહેલા શાહરુખ ખાન તથા અન્ય અભિનેતા-અભિનેત્રીઓએ પોતાના ગ્લેમરસ પરફોર્મન્સ થી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.લેઝર શોથી મહાત્મા ગાંધીજીને પણ જાણે જીવંત કરવામાં આવ્યા હતા…

અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ૧૫૦ વર્ષ અગાઉ અંગ્રેજોના ગુલામ ભારતીયોને શેરડીના ખેતરોમાં કામ કરવા તથા રેલવેના પાટા નાખવા માટે મજુરો તરીકે લઇ જવાયા હતા.લેઝર શો મા એ વાત પણ બતાવવાની જરૂર હતી.

આવતી કાલથી શરુ થતી વન-ડે સીરીઝમાં પણ ભારતીય ટીમ વિજય મેળવશે તો દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગુલામીની અવસ્થામાં મૃત્યુ પામેલા દેશવાસીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

Comments are closed