Follow us on    |   Today : 20/02/2018       12:46:06                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

દેશી-વિદેશી પોલીસોએ કહ્યું 'જય સ્વામિનારાયણ'…

ભારતીય અને વિદેશી પોલીસ અધિકારીઓની બનેલી સરદાર પટેલ વર્લ્ડ પોલીસ યુનિટી ટીમ ટીમે હરિધામ સોખડાની મુલાકાત લીધી હતી.અને હરિભક્તોને ‘જય સ્વામિનારાયણ’ પાઠવ્યા હતા.

હરિધામ સોખડામાં યુનિટી ટૂરની ટીમે આરતી અને પ્રવચનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મંદિરના સેવક મહેશ ઓઝાએ યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામના પ્રેરક પૂ.હરિપ્રસાદ સ્વામીનાં કાર્યો વિશે વર્લ્ડ યુનિટી ટીમને માહિતગાર કરી હતી. પૂ.ગુરુપ્રસાદ સ્વામીએ યોગી ડિવાઇન સોસાયટી દ્વારા ૨૦૧૩ માં યોજાનારા આત્મીય યુવા મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

હરીધામ ની મુલાકાત બાદ બપોરે આ ટીમ કેવડીયા પહોંચી હતી અને સાધુ ટેકરીની મુલાકાત લઇ જ્યાં સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનું નિર્માણ થનાર છે એ સાઈટને પણ નિહાળી હતી.



Comments are closed