Follow us on    |   Today : 21/04/2018       08:54:57                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ધારાસભ્ય સુખડીયા USAમાં ગરબે ઘૂમ્યા

૨૦૧૩ની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મોદીના મંત્રીમંડળમા સ્થાન ન મળતા હાલમાં થોડા નવરા હોવાથી અમેરિકા પહોંચેલા સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા ગઈકાલે અમેરિકાના ન્યુ જર્સીમાં અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબામાં ઘૂમ્યા અને વેકેશન સમયનો સદુપયોગ કર્યો.

વડોદરાના સૌથી જાણીતા અને માનીતા ગરબા ગાયક અતુલ પુરોહિત આજકાલ અમેરિકા અને કેનેડામા વસતા ગુજરાતીઓને ગરબે ઘુમાવી રહ્યા છે. ખુબ મોટા પાયે યોજાતા આવા ગરબાઓમાં હજારો ભારતીયો ભાગ લેતા હોય છે. ગઈરાત્રે ન્યુ જર્સીમાં આયોજિત આવા જ એક કાર્યક્રમમાં સાવ નવા અંદાજમાં સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડીયા ખુશખુશાલ મિજાજમાં શરીક થયા. jitu sukhadiya-USA

Comments are closed