Follow us on    |   Today : 20/02/2018       12:53:03                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

નિષ્ઠાવાન અધિકારી શહીદ સોનવણે 'ભારત રત્ન' ના સાચા અધિકારી…

મહારાષ્ટ્રના મનમાડના  ડેપ્યુટી કલેકટર યશવંત સોનવણે પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળ કરતાં ઓઈલ માફિયાઓના કરતૂતો પોતાના જીવના જોખમે મોબાઈલમાં કેદ કરતાં નિષ્ઠાવાન અધિકારી યશવંત સોનવણેની નિર્મમ હત્યાના વિરોધમાં આખાયે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા હતા અને મનમાડ બંધનું એલાન અપાયું હતું. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.

‘યથા રાજા તથા પ્રજા’ એવી સર્વસામાન્ય કહેવત ભલે હોય પરંતુ સમાજમાં હમેશા અપવાદો હોય છે…ભ્રષ્ટ અધિકારીઓના લાંબા લીસ્ટમાં એકાદ બે આવા અપવાદ પણ હોય છે.

‘નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરતાં શહીદ થયેલા યશવંત સોનવણે સાચા અર્થમાં ‘ભારત રત્ન’ના અધિકારી છે..

સવાલ માત્ર એ છે કે યશવંત સોનવણે જેવા નિષ્ઠાવાન,પ્રમાણિક અધિકારીને મરણોપરાંત દેશનો સર્વોચ્ય એવોર્ડ આપવો જોઈએ એવી મુહિમ છેડશે કોણ???

Comments are closed