Follow us on    |   Today : 21/04/2018       09:06:52                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પટણાના બ્લાસ્ટે ખોલી નીતિશના દુશાસનની પોલ-ભાજપની વાહવાહી

બિહારના પટણામાં થયેલા સાત સિરિયલ બ્લાસ્ટમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા અને 80થી વધુ લોકો ઘાયલ થયા. આ બ્લાસ્ટને પગલે નીતિશના દુશાસનની પોલ ખુલી ગઈ. મોદીની સભામાં થયેલા આ બ્લાસ્ટ અંગે સૂત્રોનું કહેવું છે કે,
મુઝફ્ફરનગરમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાનો બદલો લેવા આ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટએ આંતકવાદી પ્રવૃત્તિ હતી કે કોઈ રાજકીય દાવપેચ તે જાણવું મુશ્કેલ છે પરંતુ આ બ્લાસ્ટે સુરક્ષા વ્યવસ્થાની પોલંપોલ ચોક્કસ ખોલી નાંખી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ બ્લાસ્ટ માટે ઇન્ડિયન મુજાહિદીનને જવાબદાર ગણ્યું છે. જો કે વિરોધીઓએ પણ માન્યું છે કે ભાજપના નેતાઓ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે સંયમ જાળવ્યો એ કાબીલેદાદ હતો. gandhimedan
નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પહેલા થયેલા  સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસ કરવા બિહાર અને ઝારખંડના કેટલાય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો પટણામાં પકડાયેલા એક સંદિગ્ધના રાંચી સ્થિત ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસને એક ડેટોનેટર, પ્રેશર કૂકર બોમ્બ, જેહાદી સાહિત્ય તથા એક સીડી હાથ લાગી છે.
પટણામાં થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ ઈન્ડિયન મુજાહિદ્દીનનો તહસીન નામનો આતંકવાદી જવાબદાર છે. પોલીસ સૂત્રોના કહેવા અનુસાર 6થી 8 આતંકવાદીઓ 3 સમૂહમાં પટણા આવ્યા હતા. આ વિસ્ફોટની તપાસ કરવા કેન્દ્રની ત્રણ ટીમ પટણા પહોંચી ગઈ છે. આ તપાસ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે ખૂદ નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ મામલે તેઓ સતત બિહારના મુખ્યમંત્રીના સંપર્કમાં છે.

Comments are closed