Follow us on    |   Today : 20/02/2018       12:42:34                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પરવાના સાથે ફટાકડા બજારમાં આવી રોનક

શહેરનું મુખ્ય ફટાકડા બજાર ગણાતું પોલો ગ્રાઉન્ડ ખાતેનું બજાર પરવાનાની ભાંજગડ સુલઝ્તા આજે માંડ શરુ થયું. જયારે શહેરભરમાં ચોરે ને ચૌટે બજારો ક્યારનાય મંડાઈ ગયા છે. ગત વર્ષે લાગેલી અત્યંત ભીષણ આગમાં સ્વાહા થઇ ગયેલા ફટાકડા બજારનો કોન્ટ્રેક્ટ આ વર્ષે શ્રીરામ શિંદેને બદલે રાજુ પવારને મળતા જ શિંદેએ લીધેલા વાંધાને પગલે પોલિસ તરફથી પરવાના ન મળતા બજાર શરુ થઇ શક્યું નહોતું. ગઈકાલ સુધી અહીં માંડ ૨૦ નાની ખોલીઓ દેખાતી હતી.

આજે બપોર બાદ જો કે પરવાનો મળતા દુકાનદારોએ લીમીટેડ માલ ભરવો શરુ કર્યો હતો. સાંજે ઘરાકો પણ નજરે પડતા વેપારીઓના ચહેરાઓ પર રોનક આવી હતી. દિવાળી આડે હવે માંડ ચાર દિવસ બાકી હોઈ વેપારીઓ માને છે કે આ વર્ષે સરકારી તંત્રને કારણે ખોટ ખાવી પડશે. fatakda bajar

Comments are closed