Follow us on    |   Today : 21/07/2017       04:04:07                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પરિક્ષા મામલે યુનિ.માં DSOનું ઉગ્ર આંદોલન

પરિણામો આપવામાં અક્ષમ્ય વિલંબ કરતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સેમીસ્ટર પ્રથાના વિરોધમાં સામ્યવાદી વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓના સંગઠન ડીએસઓ દ્વારા દેખાવો યોજીને ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું અને પરિક્ષા હોલમાં ઘુસી પરીક્ષામાં વિક્ષેપ કરવાનું આંદોલન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી વચ્ચે ઘર્ષણ થયું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીમાં તા.૧૮મીથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ચૂકયો છે અને તા.૨૦મીથી એટીકેટીની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી જેનો આજથી પ્રારંભ થયો હતો. પ્રથમ,દ્વિતિય અને તૃતીય સેમીસ્ટરની એટીકેટીની પરીક્ષા તા.૧૭ ડિસેમ્બર સુધી ચાલનાર છે ત્યારે પરિણામો મોડા આવતા વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. DSO-22ડીએસઓના વડોદરા જિલ્લા સમિતિના સેક્રેટરી પાર્થ પંડયાની આગેવાનીમાં વિદ્યાર્થીઓના જૂથે પ્લેકાર્ડ સાથે આર્ટ્સ ફેકલ્ટીના પ્રાગંણમાં દેખાવો યોજયા હતા.

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au