Follow us on    |   Today : 20/02/2018       01:05:02                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પુરુષપ્રધાન આરબ દેશોમાં કુંવારી મહિલાઓની સંખ્યા વધતી જાય છે..

પુરુષપ્રધાન સાઉદી આરબમાં દસ લાખ કરતા વધારે યુવતીઓ અવિવાહિત છે. ૨૦૧૫સુધી તેની સંખ્યા ૪૦ લાખને પાર કરી જવાની સંભાવના છે. હાલમાં દસ 16 મહિલાઓમાં એક કુંવારી છે.

સાઉદી આરબના માનવાધિકાર આયોગના સભ્ય અબ્દુલ અજીજ અલ ફુઝાને આ જાણકારી આપતા કહ્યું હતું કે ૩૨ વર્ષથી મોટી ઉંમરની અવિવાહિત મહિલાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

જેનું કારણ વધી રહેલી બેરોજગારી, રહેવા માટે મકાનની અછત તેમજ જૂની પુરાવી માન્યતા છે. આ કારણે પરણવા લાયક યુવકો લગ્નમાં મોડું કરી રહ્યા છે. સાઉદી આરબના યુવકો માટે લગ્ન માટે મોટી રકમ એકઠી કરવું મુશ્કેલ બની રહ્યું છે. જેના પરિણામે અહીં કુંવારીઓની સંખ્યા વધી રહી છે.

Comments are closed