Follow us on    |   Today : 20/02/2018       01:04:12                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશની ગિરફ્તારીની સંભાવના

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ. બુશ પર ધરપકડનો ખતરો તોળાઇ રહ્યો છે. તેમના પર કેદીને માનવઅધિકાર કાયદાનો ભંગ કરીને અસહ્ય માનસિક-શારિરીક ત્રાસ આપવાની મંજૂરી આપ્યાનો આક્ષેપ કરાયો છે. વકીલ જયોફરી રોબર્ટસને વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩માં બે તપાસ માટે જ્યોર્જ ડબલ્યૂ. બુશને માનવઅધિકારના ભંગ બદલ જવાબદાર ગણાવ્યા છે.

જણાવ્યું છે કે, ૯/૧૧ હુમલામાં ગિરફ્તાર થયેલા અલ કાયદાના બે આતંકી ખાલિદ શેખ મોહમ્મદ અને તેનો સાથી કમાન્ડર અબુ ઝુબૈદાને પાણીમાં માથાબોળ ડૂબાડીને તપાસની કડીઓ મેળવવા માટે મંજૂરી આપી હતી.

Comments are closed