Follow us on    |   Today : 18/10/2017       08:17:33                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પેલેસના ગેઇટ પર રંગબેરંગી સાથિયા કોણે પૂર્યા??

હજુ ગઈકાલે જ વર્ષોના વિખવાદ બાદ palace-24જે પેલેસની મિલકતોની સુખરૂપ વહેંચણી થઇ એવા વડોદરાની શાન સમા લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય ગેઇટ પર જ્યાં ભગવો લહેરાય છે એ ગોપુરમ દરવાજે રોશનીઓથી ઝગમગતા રંગબેરંગી સાથિયા પુરાતા રાજમાર્ગ પરથી પસાર થતા હજારો વડોદરાવાસીઓએ માન્યું કે વર્ષોના વિખવાદ બાદ રાજવી પરિવારમાં સધાયેલા મનમેળને કારણે પરિવારે આ સાથિયા પુરવા મુંબઈથી ખાસ લાઈટો મંગાવી હશે. કુતુહલવશ અનેક વાહનચાલકોએ તો પોતાના વાહનો બાજુમાં પાર્ક કરી ફોટા પણ ખેંચ્યા.

બરાબર એ જ સમયે સયાજીસમાચાર.કૉમ ની અનુભવી આંખો પણ પસાર થઇ રહી હતી અને આ નઝારો નિહાળી પેલેસના દરવાજા પર થયેલી ડિઝાઈનને કેમેરામાં કંડારી. સ્વભાવગત ખણખોદ કરી તો જાણવા મળ્યું કે પેલેસ રોટરી ક્લબ તરફથી ભાડે લેવામાં આવ્યો છે અને રોટરી ઇન્ટરનેશનલનું એક ફંક્શન યોજાયું છે. એના અનુસંધાનમાં ‘એન્ડ પોલિઓ’ કેમ્પેઈનના ભાગ રૂપે વડોદરાના નાગરિકોમાં આ સંદેશ વહેતો કરવા પેલેસના ઐતિહાસિક ગેઇટ પર ખાસ પ્રકારની લાઈટોથી રોટરીનો સિમ્બોલ અને સંદેશ મુકવામાં આવ્યા છે.

રોટરીનો સંદેશ આવા નવતર સ્વરૂપે પેલેસના મુખ્ય ગેઇટ પર એવા સમયે મુકાયો જયારે રાજવી પરિવારની અબજોની મિલકતની વહેંચણી માટે સુખરૂપ સંધી સધાઈ છે. પરિણામે કુતુહલનું કેન્દ્ર બની ગયો..

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au