Follow us on    |   Today : 18/11/2017       11:06:27                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

પ્રમુખસ્વામી સામેની ફરિયાદ સ્વીકારનાર સરકાર સામે વ્યાપક રોષ

વિશ્વવંદનીય ગણાતા પ્રમુખસ્વામી મહારાજ વિરુદ્ધ એમના બે જુના શિષ્યો દ્વારા કરવામાં આવેલી યૌન શોષણની ફરિયાદ મોદી સરકારની પોલિસે સ્વીકારતા દેશ અને દુનિયામાં ફેલાયેલા એમના કરોડો ભક્તો અત્યંત નારાજ થયા છે. બોચાસણવસી અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના વડા અને વિશ્વભરમાં જેમની ખ્યાતી છે એવા અત્યંત સાલસ સ્વભાવના પ્રમુખસ્વામી મહારાજ વિરુદ્ધ એમના બ જુના શિષ્યો દ્વારા કરવામાં આવેલી દ્વેષભાવયુક્ત ફરિયાદને અમદાવાદ પોલિસના કંટ્રોલ રૂમે સ્વીકારતા જ એના પડઘા પડ્યા અને મોદી સરકારની મંશા અંગે સવાલ ઉભા થયા છે. જે ફરિયાદ માધુપુરા પોલિસ મથકે ન સ્વીકારી એ ફરિયાદ કંટ્રોલ રૂમે કોના આદેશથી સ્વીકારી એની તપાસ થઇ રહી છે.

બોચાસણવાસી શ્રી અક્ષરપુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય ચાર સાધુઓ ઉપર અગાઉ સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવેલા બે સાધુઓએ યૌન શોષણના આક્ષેપ કરતી અરજી કરતાં સનસનાટી મચી ગઈ છે. પ્રમુખસ્વામીનું વ્યક્તિત્વ એટલું વિરાટ છે કે આવા આક્ષેપ કોઈ માને પણ નહિ.

બંને સાધુઓ પ્રિયદર્શનદાસ અને નિષ્કામ સેવાદાસ દ્વારા શાહિબાગ તથા માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની તજવીજ કરાઈ હતી પરંતુ, આ બંને સ્થળે અરજી પણ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવતા શહેર પોલિસ કંટ્રોલરૂમમાં અરજી આપવામાં આવી હતી.

પોલિસને આપેલી અરજીમાં ૩૯ વર્ષ સુધી પ્રમુખસ્વામીની નજીક રહેલા પ્રિયદર્શન દાસે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે તે પંદર વર્ષની ઉંમરના હતા ત્યારથી જ તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું. વિદેશમાં ફેરવવાની તથા સાધુઓમાં શિરમોર થવાની લાલચ આપીને તેમનું શોષણ કરવામાં આવતું હતું અને ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હતી. ગુરુ સંતસ્વામી દ્વારા અને પછી પ્રમુખસ્વામી દ્વારા શોષણ કરાયું હોવાનો આક્ષેપ કરતાં તેમણે અરજીમાં જણાવ્યું છે કે, મારા યૌનશોષણની વાત અન્ય સાધુઓ અને ભક્તોએ જાણી જતાં બધાએ એવું વિચાર્યું કે પ્રિયદર્શનદાસ જીવતા બોંબ જેવો છે તેનો નિકાલ કરી નાખવો પડશે એટલે તેમણે બધાએ મને ધમકીઓ આપી અને મારી ભાદરા ગામે બદલી કરી નાખી. હું નિકળતો હતો ત્યારે નારાયણમુનીએ કહ્યું કે ભાદરાથી તું બને એટલો જલદી ભાગી જજે, તારા પર મોત ભમે છે. એટલે હું ભાદરાથી નીકળી ગયો. મને ન્યાય મળે તે માટે આ ફરિયાદ કરું છું. આ ફરિયાદ કર્યા પછી મારા પર હુમલો થવાની પૂરી શક્યતાઓ છે. તેમણે પ્રમુખસ્વામી ઉપર જીવનું જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

મૂળ વડોદરાના રહેવાસી ૪૨ વર્ષ નિષ્કામ સેવાદાસ ઉર્ફે રાકેશ હરેશકુમાર ભાવસારે pramukhswamiઈશ્વરદાસ, જ્ઞાનેશ્વરદાસ, વિવેકસાગરદાસ વગેરેએ યૌનશોષણ કર્યાની ફરિયાદ કરતી અરજી કરી હતી. તેમણે કરેલા આક્ષેપ મુજબ વર્ષો સધી તેનું યૌનશોષણ આ સાધુઓ દ્વારા કરાતું રહ્યું અને વિરોધ કરાતા તેને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવેલો. તેને દુબઈ મોકલ્યા પછી તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો અને દુબઈથી માંડ છૂટો થઈને ભારત આવ્યો હતો. તેણે પણ પોતાના પર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au