Follow us on    |   Today : 18/11/2017       11:09:09                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

બસમાં આગ લાગતા વિકાસની પોલ ખુલી

વડોદરાથી ડભોઇ જતી બસ વડોદરા શહેર વચ્ચે આવેલ કમાટીબાગ પાસે આજે સવારે 11:30 કલાકે ભડકે બળતા ચકચાર મચી ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈપણ મુસાફરને ઇજા થવા પામી ન હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો કે પહેલી નજરે તો વોલ્વોમાં લાગેલી બસની યાદ તાજી થઇ જેમાં ૩૦ મુસાફરો બળીને ભડથું થઇ ગયા હતા. જાહેર માર્ગ પર ભડ-ભડ બળતી બસમાંથી જીવ બચાવવા કૂદેલા મુસાફરોએ બાદમાં મોદીજીના વિકાસના દાવાઓની પોલ ખોલી અને જણાવ્યું કે ડભોઇ ડેપોની આ બસ જયારે ૨૯ મુસાફરોને લઇ નિઝામપુરા ડેપોથી નીકળી ત્યારે જ મુસાફરોએ બસની અત્યંત ખખડધજ પરિસ્થિતિ જોઈ અમંગળ થશે એવી આશંકા વ્યક્ત કરી હતી.

સવારે વડોદરાના નિઝામપુરા ડેપોથી ડભોઇ જવા માટે સવા અગિયાર વાગ્યા આસપાસ ઉપડી હતી અને શહેરના મધ્યભાગ કમાટીભાગ પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન જ અચાનક સીએનજી બસમાં ધડાકો થયો હતો. જોરદાર ધડાકો થતાં બસના ડ્રાયવરે પંક્ચર પડ્યું હોવાની શંકાએ બસને સાઇડમાં ઉભી રાખી દીધી હતી અને કુદકો મારી ભાગી છૂટ્યો હતો. બસ જેવી ઉભી રહી કે ડ્રાયવરની સીટ પાસેથી ધુમાડા નિકળવા લાગ્યા હતાં અને આગ ભભૂકી ઉઠી હતી.

જીવ બચાવી ભાગેલા મુસાફરોએ બાદમાં જણાવ્યું હતું કે વિકાસની વાત કરતા મોદીના રાજમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કરોડો ગરીબો માટે કોઈ જગ્યા જ નથી. શહેરી વિસ્તારોમાં વોલ્વો દોડાવવામાં આવે છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં સાવ ખખડધજ બસો દોડાવી ખાનગી વાહનચાલકોને ફાયદો કરાવી આપવાનું ષડ્યંત્ર છે. bus fire

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au