બોગસ NDPS કેસમાં વકીલ જગદીશ રામાણીને મળ્યા જામીન
વર્ષો પૂર્વે 2006 માં પ્રકાશ પિલ્લાઇ નામના એક જાણીતા વ્યક્તિને નામચીન સોમાણી બંધુઓના ઈશારે નાર્કોટિક્સના બોગસ કેસમાં ફસાવનાર ગેન્ગના સુત્રધાર અને સહભાગી મનાતા વડોદરાના જાણીતા ક્રિમીનલ લોયર જગદીશ રામાણી સહીત પૂર્વ પોલિસ અધિકારીઓ બોગસ વોરંટ ફેઈમ રાજગોર અને પૂર્વ DYSP ભગીરથસિંહ જાડેજાની સી.આઈ.ડી.ક્રાઈમે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ ન મળતા ત્રણેને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા હતા. આજે આ ત્રણેની જામીન અરજી સત્ર અદાલતે મંજુર કરતા ત્રણે ગણતરીના દિવસોમાં જ જેલમુક્ત થયા.
ઉલ્લેખનીય છે કે નામાંકિત વકીલ જગદીશ રામાણીની ધરપકડના વકીલ અલમમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. બહુમતી વકીલો રામાણી સાથે રહ્યા હતા અને ધરપકડનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આજે રામાણીને જામીન મળતા વકીલ આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.