Follow us on    |   Today : 20/02/2018       01:05:18                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

બોલર શિલિંગફોર્ડની બોલિંગ એક્શન સામે શંકા

વેસ્ટ ઈન્ડિઝના ઓફ-સ્પિનર શેન શિલિંગફોર્ડની બોલિંગ એક્શન શંકાના ઘેરામાં આવી ગઈ છે. જેના કારણે તેની બોલિંગની તપાસ કરવામાં આવશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) શનિવારના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકાના ગાલે ખાતે શુક્રવારાનો રોજ યજમાન દેશ સામે પૂરી થયેલી ટેસ્ટ દરમિયાન કેરેબિયન બોલરની બોલિંગ એક્શન પર શંકા ઉઠી છે.

આઈસીસીએ કહ્યું છે કે અમ્પાયરોએ શિલિંગફોર્ડની એક્શન સામે શંકાની સોય તાકી છે. કેટલાક બોલ ફેંકતી વખતે તેની એક્શન શંકાસ્પદ લાગી રહી હતી. હવે શિલિંગફોર્ડની એક્શનની આઈસીસીના નિયમો અનુસાર તપાસ કરવામાં આવશે.

નિવેદનમાં જણાવાયું છે કે જો તપાસ બાદ રિપોર્ટમાં શિલિંગફોર્ડની એક્શન શંકાસ્પદ લાગશે તો તેણે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

Comments are closed