Follow us on    |   Today : 20/02/2018       12:41:22                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

બ્લાસ્ટ સમયે નટીઓ સાથે નાચતા હતા શિંદે

આપણા દેશના નેતાઓ પબ્લિક પ્રત્‍યે કેટલા બેદરકાર છે તેનો શરમજનક નમૂનો ગઇકાલે જોવા મળ્‍યો છે. ગઇકાલે જયારે સમગ્ર પટણા ધડાકાથી ધ્રુજી ઉઠયુ હતું અને સુરક્ષા વ્‍યવસ્‍થા અને ગુપ્તચર વિભાગ પર સવાલો ઉઠવા લાગ્યા હતા તે સમયે લોકોની ચિંતા કરવાને બદલે આપણા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે મુંબઇમાં ‘રજ્‍જો’ ફિલ્‍મના મ્‍યુઝીક લોન્‍ચના કાર્યક્રમમાં કંગના રાનાવત સાથે વ્‍યસ્‍ત હતા.

દેશ જયારે આતંકીઓ સામે ઝઝૂમી રહ્યો હતો અને નિર્દોષોના લોહી વહી રહ્યા હતા ત્યારે આ નિષ્ફળ ગૃહ મંત્રી નટીઓ સાથે નાચતા હતા એ અત્યંત દુઃખભરી વાત છે. કરોડો દેશવાસીઓની ટીકાનું કેન્દ્ર બનેલા શિંદે આવતીકાલે પટણા જનાર છે. અગાઉ પણ જયારે બૌધિ ગયામાં બ્લાસ્ટ થયા હતા ત્યારે શિંદે અમેરિકામાં સારવાર લઇ રહ્યા હતા. shushil-sinde

પટણાના લોકોની ચિંતા કર્યા વગર તેમણે સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા પણ ન કરી અને ફિલ્‍મના ડાયરેકટર તેમજ સંગીતકારના ભરપુર વખાણ કર્યા હતા. તેમની પાસે ઘટનાની પુરી માહિતી પણ નહોતી. તેઓએ કાર્યક્રમ ચાલુ જ રાખ્‍યો હતો. પત્રકારો દ્વારા જયારે તેમને ઘટના અંગે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહયું હતું કે ‘રજ્‍જો’ ફિલ્‍મના ડાયરેકટર વિશ્વાસ પાટિલ મારા મિત્ર છે તેથી હું અહિં આવ્‍યો છું.

Comments are closed