Follow us on    |   Today : 20/02/2018       12:47:38                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ભગવદ્ ગીતા માનવજાતનો મહાગ્રંથ : ગુણવંત શાહ

‘ભગવદ્ ગીતાને હિંદુનો ગ્રંથ ન કહો. જ્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ અપાયો ત્યારે પૃથ્વી પર એક પણ હિંદુ ન હતો, આ પૃથ્વી પર એક પણ મુસલમાન ન હતો, એક પણ ખ્રિસ્તી ન હતો. ભગવદ્ ગીતા એ કેવળ માનવને અપાયેલો ઉપદેશ છે,આ એક માનજાતનો મહાગ્રંથ છે.’ એમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડો. ગુણવંત શાહે આજે બુક સ્ટોર ક્રોસવર્ડ ખાતે તેમના દ્વારા લિખિત પુસ્તક કૃષ્ણં શરણં ગચ્છામીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પ્રવચનમાં જણાવ્યું હતું.

તેમણે આ મહાગ્રંથનો મહિમાગાન કરતા કહ્યું કે, ‘ કૃષ્ણને બધુ જ માન્ય છે પણ પલાયનવૃત્તિ નહીં. ભગવદ્ગીતા ભારતની, વિશ્વની ગરીબી દૂર કરી શકે છે. એ દાદાગીરી અને મિજાજ સાથે સમજવાની જરૂર છે.’

આજે આતંકવાદની સમસ્યા દેશને ભરડો લઈ રહી છે ત્યારે નેતાગીરીના નમાલી વિચારસરણી સામે પ્રહાર કરતા કહ્યું હતું કે, રાક્ષસોને માનવઅધિકાર હોતા નથી અને તે કોઈ પણ કોમનો હોઈ શકે છે. જ્યારે તેની સામે લડવાની વાત આવે ત્યારે કાયરપ્રજા કહે છે કે, એને આપણે કંઈ મરાતો હશે ? ! કૃષ્ણનો સંદેશો એક છે તમે છો એ બનો. કૃષ્ણ હોય ત્યાં દંભ ન હોય. કૃષ્ણં શરણં ગચ્છામીને ટાંકીને તેમણે જણાવ્યું કે, એક તરફ મથુરા વૃત્તિ છે તો બીજી બાજુ ગોકુલ વૃત્તિ છે. મથુરા વૃત્તિ હશે તો કંસ મળશે. જ્યારે ગોકુલ વૃત્તિમાં ગોપીઓ છે, રાસલીલા છે. જ્યારે સમય અને સ્થળનું ભાન ખરી પડે છે ત્યારે રાસલીલા પ્રગટે છે. પુરુષને પુરુષત્વનું ભાન ન રહે, સ્ત્રીને સ્ત્રીત્વનું ભાન ન રહે, કૃષ્ણની મગ્નતા હોય, બંસીના સૂર હોય ત્યારે જે ગ્રૂપ ડાંસ થાય એનું નામ રાસલીલા.

અકર્મણ્યતા, ગરીબી અને ચૂપ-સંસ્કૃતિ (કલ્ચર ઓફ સાયલન્સ) વિશે કહ્યું કે ગામડાઓમાં એવું કલ્ચર જ પેદા થયું છે. જેમને ગરીબી છે એવી ખબર પડતી નથી. અવાજ હોય તો અવાજ કાઢવા તૈયાર નથી. કૃષ્ણં શરણં ગચ્છામિનું લોકાર્પણ મયૂરભાઈ અને સીમાબહેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.મનીષા શાહે કૃષ્ણં શરણં ગચ્છામિનો પરિચય આવી કેટલા અંશોનું પઠન કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેખક દિલીપ મહેતાએ કર્યું હતું

Comments are closed