Follow us on    |   Today : 20/02/2018       01:02:11                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ભારતે ખોંખારો ખાધો અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર બદલાયો…

અમેરિકાની એક યૂનિવર્સિટીમાં નિરીક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓના પગોમાં ટ્રેકર (રેડિયો કોલર) લગાવવાનો મામલો મીડીયાએ બારબા ઉછાળ્યો અને  ભારતે આ હરકત સામે સખત વાંધો વ્યક્ત કરતાં અમેરિકી અધિકારીઓના આ પગલાંને ‘સહનશક્તિની સીમા બહાર’નું ગણાવી ટ્રેકર હટાવવાની માગણી કરી હતી.જીપીએસ  પ્રણાલીથી સજ્જ આ ઈલેક્ટ્રોનિક યંત્ર સામાન્ય રીતે જાનવરોને પહેરાવાય છે.

વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ સહન કરી શકાય નહીં. તેમણે અમેરિકી અધિકારીઓને કહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે નિષ્પક્ષ અને સમુચિત વ્યવહાર થાય. આ વિદ્યાર્થીઓમાંના મોટાભાગના પીડિત છે. વિદ્યાર્થીઓએ પોતાનો પક્ષ રાખવા માટેનો મોકો મળવો જોઈએ. વિદ્યાર્થીઓના એક સમૂહને બંધક બનાવ્યા બાદ તેમને અમેરિકી કાયદા પ્રમાણે, ટ્રેકર લગાવી છોડવા સહન કરવા યોગ્ય વાત નથી, ટ્રેકર હટાવવામાં આવે. ભારતે આ મામલામાં સખત વલણ અપનાવતા યૂએસ ડેપ્યુટી ચીફ ઓફ ધ મિશનને સમન્સ મોકલ્યું હતું. અપ્રવાસી મામલાઓના મંત્રી વ્યાલાર રવિએ પણ આ મામલામાં અમેરિકી અધિકારી સાથે વાત કરી હતી.

આ મામલો કેલિફોર્નિયાની ટ્રાઈ-વેલી યૂનિવર્સિટી સાથે સંકળાયેલો છે. યૂનિવર્સિટીને આવી  છેતરપિંડીના આરોપોને કારણે બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ યૂનિવર્સિટીના ઘણાં વિદ્યાર્થીઓના શરીર પર રેડિયો કોલર લગાવી દેવામાં આવ્યા હતા. કેલિફોર્નિયાની કોર્ટમાં ટ્રાય-વેલી યૂનિવર્સિટી વિરુદ્ધ છેતરપિંડી અને વીઝા નિયમોના ઉલ્લંઘનની ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કાર્યવાહીથી યૂનિવર્સિટીના 1555 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરાની તલવાર લટકી રહી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરીયાદમાં કહેવામાં આવ્યું છે કે આ યૂનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આવ્રજન દરજ્જો મેળવવામાં મદદ કરી છે. રવિવારે મીડિયા સાથે વાતચીતમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બંધ થઈ ચુકેલી કેલિફોર્નિયાની ટ્રાઈ-વેલી યૂનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે મોનિટરિંગર સિસ્ટમ લગાવવી સ્વીકાર્ય નથી.

ભારત સરકારના કડક વલણ બાદ આજે રેડીઓ ટેગીંગ દુર કરવામાં આવ્યા હતા. આમ ભારતનો દબદબો હવે આંતરરાષ્ટ્રીય બિરાદરીમાં દેખાવા માંડ્યો છે.

Comments are closed