Follow us on    |   Today : 20/02/2018       01:02:28                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

દ.આફ્રિકા સામે લડત આપવા ભારતીય ટીમ માનસિક રીતે સજ્જ છે..

ટેસ્ટ ક્રિકેટમાં નં.૧ અને ૨ નું સ્થાન ધરાવતી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે મહત્વનો જંગ શરુ થઇ રહ્યો છે…મૂળ દ.આફ્રિકાના એવા કર્સ્ટન ભારતીય ટીમ ના કોચ છે…ટીમ ઇન્ડિયા સાથે એમની પણ અગ્નિપરિક્ષા છે…અને એથી જ ટીમ ઇન્ડિયાને માનસિક રીતે પણ સજ્જ કરી રહ્યા છે.દ.આફ્રિકાના સુકાની ગ્રીમ સ્મિથે આફ્રિકામાં ટીમ ઇન્ડિયાનો દેખાવ બહુ સારો નહિ હોવાની વાત ઉછાળી ટીમ નું મોરલ તોડવાની કોશિશ કરી તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન ધોનીએ એ ઈતિહાસને બદલવાની વાત કરી સ્મિથને જવાબ આપી દીધો…
ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર એ છે કે ટીમનો સ્ટ્રાઈક બોલર ઝહિરખાન પહેલી ટેસ્ટ નહિ રમી શકે…ગ્રોઈન ઇન્જરીને કારણે ઝહિર પહેલી ટેસ્ટ ગુમાવશે..

Comments are closed