Follow us on    |   Today : 20/02/2018       12:46:52                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

મકાન તૂટ્યું અને મુસ્લિમ માફિયા સામે મુસ્લિમો જ મેદાનમાં…

મુસ્લિમ બહુલ કાલુપુર વિસ્તારમાં મુસ્લિમ માફિયા બિલ્ડર બાટા બંધુ દ્વારા નિર્માણાધીન બહુમાળી મકાન તૂટી પડ્યા બાદ માર્યા ગયેલા મુસ્લિમોના પરિવારજનો તથા જેમની પાસે આ માથાભારે બિલ્ડરોએ મકાનો પચાવી પડ્યા છે એવા તમામનો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોંચ્યો છે અને મુસ્લિમોએ જ મુસ્લિમ કાઉન્સિલર સહીત મુસ્લિમ માફિયા સામે જેહાદ છેડી છે.

જો કે આખાયે ખેલમાં ભાજપ શાસિત મહાનગર સેવાસદનના પદાધિકારીઓ તથા કર્મચારીઓને તો મઝા પડી ગઈ છે. મુસ્લિમ બહુલ વિસ્તારોમાં કોઈ પણ જાતની મંજૂરી વિના ઉભા થતાં બહુમાળી મકાનોને તોડી પાડવા મુસ્લિમો તરફથી ઉઠેલી માંગને પગલે આજે રજાના દિવસે પણ દબાણ શાખાના કર્મચારીઓ સાંકડી પોળોમાં પહોંચી ગયા હતા અને બાટા બંધુઓ દ્વારા નિર્મિત દસ ગેરકાયદે બિલ્ડીંગોને તોડી પડવાનું અભિયાન હાથ ધર્યું હતું. બિલ્ડરો માટે દાદાગીરીથી જુના મકાનો ખાલી કરાવનાર લતીફ ગેન્ગનો ઇલીયાસ અને અન્ય પણ બાટા બંધુઓની જેમ વિસ્તારમાંથી પલાયન થઇ ગયા છે. પોલીસ એમનું પગેરું પકડી અન્ય શહેરો તરફ રવાના થઇ છે.

આજે બાટા બંધુઓના ખુદના મકાનને તોડી પાડી મહાનગર સત્તાધીશોએ અન્ય ને ક્લીયર સિગ્નલ આપી દીધા છે.

Comments are closed