Follow us on    |   Today : 20/02/2018       12:59:38                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

માનવ હજુ પોતાના પૂર્વજોને ભૂલ્યો નથી…

બ્રિટનના કેન્ટના પોર્ટ લિમ્પે વાઇલ્ડ એનિમલ પાર્કના આ ગોરિલાનું નામ એમ્બમ છે. 21 વર્ષનો એમ્બમ બીજા ગોરિલા કરતા અલગ છે. તેને માણસોની જેમ બે પગે ચાલવામાં મઝા આવે છે.જ્યાં ગોરિલા સામાન્ય રીતે ચાર પગે ચાલતા હોય છે, ત્યાં આ ગોરિલા માત્ર બે પગ પર જ લાંબુ અંતર કાપી લે છે. તેની આ ખૂબી દર્શાવતો 18 સેકન્ડનો એક વીડિયો તાજેતરમાં યુ ટ્યુબ લોકપ્રિય બન્યો છે.

થોડાંક જ દિવસોમાં આ ક્લિપના વ્યુઅર્સની સંખ્યા 1.5 લાખથી વધારે થઈ ગઈ છે. અહીંના ઝૂ કીપર નાઇસબાએ જણાવે છે કે આમ તો બધા જ ગોરિલા બે પગે ઊભા તો રહી શકે છે, પણ એંબમની જેમ બે પગે ભાગ્યે જ કોઈ ચાલી શકે છે.

માણસોના વિડીયો કોઈ જોતું નથી જયારે પ્રાણીઓના વિડીયો જોવા પડાપડી થાય છે. લગે છે કે માનવ જાત હજુ પોતાની ઉત્તપત્તિ ના દિવસો ભૂલી નથી !!!



Comments are closed