Follow us on    |   Today : 20/02/2018       12:51:42                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

મોદીજીને વિઝા આપવા હજુ એ અમેરિકા રાજી નથી…

સમગ્ર વિશ્વનું ધ્યાન જેમના પર કેન્દ્રિત છે એવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી અમેરિકાના પ્રતિનિધિ તરીકે યુ.એસ. કાઉન્સેલ જનરલ પૌલ પોલ્સ્મ્બી વાયબ્રન્ટ સમિટના ખાસ મહેમાન બની ને આવ્યા હતા અને ગુજરાતની પ્રગતિથી ખાસા પ્રભાવિત થયા હતા..પરંતુ લાગે છે કે એમના દેશની સરકાર હજુ મોદીજીના મામલે સુધરી નથી.

વાયબ્રન્ટ સમિટમાં બોલતા પૌલ પોલ્સ્મ્બી એ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં મોદીજીને અમેરિકા પધારવાનું આમંત્રણ આપવાનું કોઈ આયોજન નથી…રાજકીય વિશ્લેષકો માને છે કે પૌલનો ઈરાદો એટલે કે અમેરિકાનો ઈરાદો મોદીજીને વિઝા આપવાનો હોય એમ લાગતું નથી.

અમેરિકામાં ગુજરાતીઓનો દબદબો છે અને વારંવાર અનેક કાર્યક્રમો યોજાય છે…જેમાં મોદીજીને આમંત્રણ અપાય છે પરંતુ વિઝા અપાતા નથી.પરિણામે મોદીજીએ વીડીઓ કોન્ફરન્સિંગથી સંબોધન કરવું પડે છે…ગુજરાત અને હિન્દુસ્તાનના મુસ્લીમો હવે ગોધરાની યાદોને દફનાવી ચુક્યા છે ત્યારે અમેરિકાના થોડાઘણા મુસ્લિમોની લાગણી કદાચ દુભાય એવા ખ્યાલમાં રાચતા અમેરિકી સત્તાધીશોએ સમજી લેવાની જરૂર છે કે ૨૦૦૨ પછી હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

Comments are closed