Follow us on    |   Today : 16/12/2017       02:19:59                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

મોદીના ખાસ મિનાક્ષીએ 'બળાત્કારી' બાપુનું ખુલ્લેઆમ કર્યું સમર્થન

ભાજપના વડાપ્રધાન અને સંચાલક એવા નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મિનાક્ષી લેખીએ આજે વડોદરામાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ‘બળાત્કારી’ સંત આસારામ બાપુની ધરપકડ માટે મીડિયા જવાબદાર હોવાનું જણાવી આસારામ બાપુનું સમર્થન કરતા ભાજપી નેતાઓના મુખૌટાઓ મીડિયા સમક્ષ છતાં થઇ ગયા હતા.

પત્રકાર પરિષદમાં રાહુલ બાબાની જબરદસ્ત શાબ્દિક ધોલાઈ કરનાર મિનાક્ષી લેખીને જયારે આસારામના આશ્રમમાં શંકાસ્પદ હાલતમાં માર્યા ગયેલા બે માસુમ બાળકો દીપેશ અને અભિષેકના રહસ્યમય મૃત્યુની તપાસ કરવા રચાયેલા ત્રિવેદી પંચ દ્વારા ગઈકાલે જ આપવામાં આવેલી ક્લીન ચીટ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ મીડિયાની ‘ભૂંડી’ ભૂમિકા સામે તાડૂક્યા હતા અને અન્ય ધર્મોના ગુરુઓ સામે કેમ કોઈ બોલતું નથી અને મીડિયા કેમ ચુપ છે એવો વળતો સવાલ પૂછ્યો હતો. સ્થાનિક facebook_691193978_resizedમીડિયા જો કે આ પ્રશ્નથી ડઘાઈ ગયું હતું અને સ્થાનિક ભાજપી નેતાઓની શરમને કારણે વળતા સવાલ પૂછી શક્યું નહોતું.

આ સિવાય પણ મિનાક્ષી લેખીએ સંજય દત્તની કથિત માફી અને રાહુલ ઉર્ફે પપ્પુના ભાષણો અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી.

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au