Follow us on    |   Today : 20/02/2018       01:02:47                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

રણજી ફાઈનલમાં રાજસ્થાન મેદાન મારી જશે???

વર્ષો બાદ રણજી ટ્રોફી પર કબજો કરવાનું વડોદરા ટીમનું સ્વપ્ન કદાચ અધૂરું રહી જય તો નવાઈ નહિ…કારણ મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે શરુ થયેલી રણજી ફાઈનલના આજના ત્રીજા દિવસની રમતના અંતે પણ રાજસ્થાન ટીમનો હાથ ઉપર રહ્યો..

વડોદરાના કેપ્ટન પીનલે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી ત્યારે અનેક જાણકારોના ભવાં ખેંચાયા હતા. રાજસ્થાને પહેલા દાવમાં ૩૯૪ રનનો જુમલો ખડકી દીધો હતો…જેના જવાબમાં આજના ત્રીજા દિવસની રમતના અંતે વડોદરા ૭૦ રન પાછળ છે અને માત્ર બે વિકેટો જ બાકી છે. જો પહેલી ઇનીન્ગ્ઝ્માં રાજસ્થાન લીડ લે અને ચોથા દિવસે બેટિંગ કરવાનું જારી રાખી મોટો સ્કોર કરે તો વડોદરાની ટીમેં પાંચમાં દિવસે જીતવા કરતાં મેચ બચાવવા માટે સંઘર્ષ કરવો પડશે…

Comments are closed