Follow us on    |   Today : 20/02/2018       01:00:34                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

રણજી ફાઈનલ માટે બંને ટીમોએ કરી તનતોડ મહેનત…

મોતીબાગ મેદાન પર મંગળવારથી શરૂ થતી રણજી ટ્રોફિ ફાઇનલ મેચ માટે બરોડા-રાજસ્થાન ટીમે સઘન નેટ પ્રેક્ટિસ કરી હતી. બન્ને ટીમો માટે આ જંગ પ્રતિષ્ઠાનો હોઇ કોઇ પણ ટીમ કોઇ પણ પ્રકારની કચાશ રાખવા માગતી નથી.

મોતીબાગ મેદાન પર આજે સવારે પ્રથમ સત્રમાં રાજસ્થાન ટીમે નેટમાં આવી બે કલાકથી વધુ સમય નેટમાં વિતાવ્યો હતો. મોતીબાગની પીચનું નીરિક્ષણ કર્યા બાદ રાજસ્થાન ટીમ નેટનો પ્રારંભ કર્યો હતો. અહીંની વિકેટ બાઉન્સી લાગતી હોવાથી બેટધરોએ કાળજી પૂર્વક બેટિંગ કરવી પડે એવી પરિસ્થિતિ છે.

જ્યારે બોલરોને પણ ભરપુર ફાયદો મળી શકે એમ હોવાથી રાજસ્થાન ટીમે બોલિંગ, બેટિંગ પર વધુ ધ્યાન આપ્યું હતું. તેમના બેટધરોને ગ્રાઉન્ડ શોટ્સ લગાવવાની સૂચના આપવામા આવી હોય એમ લાગતું હતું. ફિલ્ડરો માટે હાઇ અને રનિંગ કેચની પ્રેક્ટિશ કરાવવામા આવી હતી. બરોડા ટીમે તો રણજી ફાઇનલમાં પ્રવેશ કર્યો તે બાદથી જ કોચ મુકેશ નરૂલા અને કેપ્ટન પિનલ શાહના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિશ શરૂ કરી દીધી છે.

બરોડા ટીમ માટે બેટિંગ વધુ જામીને કરવી પ્રાથમિકતા હોવાનું જણાય છે. બરોડાને જો પ્રથમ બેટિંગ કરવાની આવે તો મોટો જુમલો નોંધાવવાનું લક્ષ્યાંક હોઇ શકે છે. બરોડાના બોલરો પણ ખૂબ ફોર્મમાં છે. સરવાળે મેચ અતિ રસપ્રદ બની જશે.

Comments are closed