Follow us on    |   Today : 21/09/2017       01:04:41                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

રાદડિયાને કારણે શરુ થયો સૌરાષ્ટ્ર ભાજપમાં સર્વોપરિતાનો જંગ

રાજકોટમાં સહકારી ક્ષેત્રે નવા ભાજપ સામે જુના ભાજપની લડાઈ આજે પરાકાષ્ઠાએ પહોંચી છે. માર્કેટ યાર્ડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચારના આક્ષેપ બાદ વિઠ્ઠલ રાદડિયા જૂથના તમામ ડિરેક્ટરો રાજીનામું આપી દિધું છે. જે અંતર્ગત વિઠ્ઠલ રાદડિયા જૂથના 5 ડિરેકટરો રાજીનામા મોકલી આપ્યા છે. ગાંધીનગર ખાતેની સહકારી નિયામકની કચેરીમાં ફેક્સ કરીને રાજીનામા મોકલવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સહકારી અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ જિલ્લા ભાજપમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધી ગયા છે. માર્કેટ યાર્ડના ડિરેક્ટર વિઠ્ઠલ રાદડિયાના જૂથના મનાતા વિજય સખીયાએ યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. વિજય સખિયાએ આ મામલે માહિતી અધિકાર હેઠળ જવાબ માગ્યો હતો. પરંતુ માર્કેટ યાર્ડ આરટીઆઈ હેઠળ ન આવતું હોવાથી તેનો જવાબ આપ્યો ન હતો. આ અંગે રાદડિયાએ સમગ્ર ઘટનાની વિગત બહાર આવે તે માટે રાજ્ય સરકાર પાસે પણ જવાના હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે.

મોદીએ રાદડિયાને ભાજપમાં એન્ટ્રી આપી જે મહત્વ આપ્યું એનાથી સૌરાષ્ટ્ર ભાજપનો એક મોટો વર્ગ નારાજ છે. આ જુથે મોદીની ગેરહાજરીમાં રાદડિયા પર રાજકીય વાર શરુ કરી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મુકતા વાતાવરણ ગરમાયું છે. આજે રાદડિયા જુથે રાજીનામાં ધરી દેતા હવે ભડકો થયો છે. radadiya3

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au