Follow us on    |   Today : 20/02/2018       12:53:21                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

લંડનમાં બોમ્બની અફવા બાદ અમિતાભને હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યા …

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન શુટીંગ માટે હાલ લંડનમાં છે. જ્યાં તેઓ એક હોટલમાં ઉતર્યા હતા. જોકે, આજુબાજુના વિસ્તારમાં વિસ્ફોટક હોવાની આશંકાના પગલે પોલીસે હોટલ ખાલી કરાવી હતી. ત્યારે અમિતાભે ટ્વિટર પર માહિતી આપી હતી કે,  “લંડનમાં મારી હોટલમાં કોઈક ઈમરજન્સી આવી છે. ભયંકર ઠંડીમાં બધા પ્રવાસીઓને હોટલમાંથી બહાર કાઢીને રસ્તા પર ઊભા કરી દેવામાં આવ્યા હતા. હોટલની પાસે કોઈ વિસ્ફોટક હોવાની પોલીસને આશંકા હતી. ”

જોકે, અમિતાભને ત્યાંથી સલામત રીતે બહાર નિકળવામાં સફળતા મળી હતી. લગભગ પચ્ચીસેક મિનિટ પછી અમિતાભે ફરી ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું છેકે, “એક કારની વ્યવસ્થા કરી હું ત્યાંથી નિકળી ગયો છું. ત્યાં પોલીસ કોઈપણને જવા નથી દઈ રહી.”

Comments are closed