Follow us on    |   Today : 18/11/2017       11:09:40                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

વિસ્તરણની વાત મળતા જ જીતુ સુખડીયા અમેરિકાથી ઉડ્યા

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે એ લગભગ નક્કી છે. ગાંધીનગર છોડી નવી દિલ્હી જતા પૂર્વે ગુજરાત ભાજપના ઘરને વ્યવસ્થિત કરવા મોદીજીએ પરમ ભક્તોને ૧૧ નિગમોના અધ્યક્ષ બનાવી હજારો કાર્યકર્તાઓ સમક્ષ નિમણુંકોનું ગાજર લટકાવ્યું.

મંત્રીમંડળની રચના બાદ જો કે જેમની સમક્ષ ગાજર લટકાવ્યું હતું એવા અનેક પૈકીના છ ચહેરાઓને આવતીકાલે મંત્રીમંડળમાં લેવાશે એવા સમાચાર મળતા જ વડોદરાની સયાજીગંજ બેઠકના ધારાસભ્ય જીતુ સુખડીયા અમેરિકાનો પ્રવાસ ટૂંકાવી ગત રાત્રે જ ભારત આવવા નીકળી ગયા છે. તેઓ આજે રાત્રે વડોદરા પહોંચી જશે અને આવતીકાલે યોજાયેલા શપથવિધિના કાર્યક્રમમાં પોતાનુ નામ છે કે નહિ એ જાણવા બેચેન રહેશે.

પ્રાથમિક માહિતી પ્રમાણે આવતીકાલે રાજ્યકક્ષાના છ મંત્રીઓ શપથ લેશે જેમાં વડોદરામાંથી કોઈ નહિ હોય. jitu sukhadiya-USA

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au