Follow us on    |   Today : 21/07/2017       04:03:27                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

સત્તાધીશોના પાપે સયાજીરાવની સંસ્કારનગરી બની મચ્છરનગરી

પાલિકા તંત્રની ઘોર લાપરવાહી અને અત્યંત નબળા વહીવટ તથા ભ્રષ્ટાચારથી ઉત્પન્ન ચોમેર ફેલાયેલી ગંદકીને કારણે મચ્છરોના ત્રાસથી બીમારીઓનો શિકાર બનતા બાળકોને બચાવવા શહેરની જાણીતી સ્કુલ બરોડા હાઈસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મની જગ્યાએ લાંબી બાંયના શરત, પેન્ટ અને બુટ્મોજા તેમજ વિદ્યાર્થીઓને પણ શરીર સંપૂર્ણ ઢંકાય એવા વસ્ત્રો પહેરવા સુચના અપાયાની જાણ થતા જ કોંગ્રેસના ટેકનોક્રેટ પ્રમુખ નરેન્દ્ર રાવતના હાથમાં મુદ્દો આવ્યો અને સર સયાજીરાવની સંસ્કારનગરીનું નામ મચ્છરનગરી પડી ગયું.

આજે બરોડા હાઈસ્કુલના વિદ્યાર્થીઓ મચ્છરોની સંખ્યામાં વિશ્વવિક્રમ ધરાવતા વડોદરાને મચ્છરનગરીનું બિરુદ આપતા બેનરો પકડી મીડિયા સમક્ષ પ્રકટ થયા અને નિર્માલ્ય સત્તાધીશોની આંખ ઉઘાડવા સુત્રોચ્ચાર કર્યા. બરાબર એ જ સમયે સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ શેરના છેવાડે આવેલા ઘાઘરેટિયામાં ફોગીંગ કરાવી રહ્યા હતા.

નરેન્દ્ર રાવતના આ નોવેલ કાર્યક્રમને ખાસી દાદ મળી. જો કે કોંગ્રેસની વરવી જૂથબંધીની અસર આ કાર્યક્રમમાં પણ જોવા મળી.રાવતે કહ્યું કે વડોદરા સહીત રાજ્યના તમામ શહેરોમાં નાગરિકોની હાલત અત્યંત ખરાબ છે છતાં ‘નીરો’barodahighschool-final બીજા રાજ્યમાં ફિડલ વગાડી રહ્યો છે.

Comments are closed

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au