Follow us on    |   Today : 20/02/2018       12:51:00                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

સીટ માં શરૂ થઇ સિયાસત…કુતરું ખેંચે ગામ ભણી…શિયાળ ખેંચે સીમ ભણી…

સોહરાબુદ્દીન કેસની તપાસ હજુ માંડ પૂરી થઇ ત્યાં તો સર્વોચ્ય ના આદેશથી ઇશરત જહાં કેસની તપાસ કરવા નિયુક્ત કરવાંમાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના ત્રણ સભ્યો વચ્ચે અપેક્ષા પ્રમાણે મતભેદો સપાટી પર આવતાં તપાસની તટસ્થતા સામે પ્રશ્નાર્થ થયા છે.

ચકચારી ઇશરત ઝંહા એન્કાઉન્ટર કેસમાં હાઇકોર્ટે નિમેલી એસઆઇટીમાં ઘેરા મતભેદો હોવાનું બહાર આવ્યું છે. એસઆઇટીને મદદ કરવા વકિલની નિયુક્તિ માટે કર્નેલ સિંગે કરેલી અરજી વિશ્વાસમાં લીધા સિવાય કરવામાં આવી હવાનું ગુજરાત કેડરના અધિકારી સતિશ વર્માએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું. જેના પગલે આ એસઆઇટીમાં ગંભીર મતભેદો હોવાનું બહાર આવ્યું છે. વર્માએ કર્નેલ સિંગને આ એસઆઇટીના વડા તરીકે પ્રસ્થાપિત કરવા સામે પણ પ્રશ્નાર્થો સર્જયા હતા. ન્યાયમૂર્તિ જંયત પટેલ અને અભિલાસા કુમારીએ કેસની  વધુ સુનાવણી ૨૮મી પર નિયુક્ત કરી કર્નેલ સિંગ સહિત ત્રણેયને હાજર રહેવા જણાવ્યું છે.


Comments are closed