Follow us on    |   Today : 20/02/2018       12:48:26                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

સોહરાબ કેસમાં નવો વળાંક…અમીને ફરી રંગ બદલ્યો…

લગભગ ભૂલી ગયેલા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માંગતા પૂર્વ પોલીસ અધિકારી એમ.કે. અમીને આજે એકાએક કાંચિડાની જેમ રંગ બદલી તાજના સાક્ષી બનવા માટેની જે અરજી કરી હતી એ પાછી ખેંચતા સોહરાબ કેસના નામે રાજકારણ રમતા કોંગી નેતાઓના ચહેરાના નુર ઉડી ગયા હતા.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહેરાત કરી સહઆરોપીઓનો રોષ વહોરી લેનાર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને આજે કોર્ટ સમક્ષ હવે પોતે હાલ પુરતા તાજના સાક્ષી બનવા નથી માંગતા તેવી અરજી કરી સમગ્ર પ્રકરણમાં ગરમાટો લાવી દીધો હતો.

ડો. અમીને આ પ્રકરણમાં તાજના સાક્ષી બનવાની અરજી કર્યાના મહિનાઓ વિતી ગયા હોવા છતાં તેમનું આ મુદ્દે નિવેદન નહિ લેવાતું હોવાથી પોતે શારીરીક અને માનસીક ત્રાસ ભોગવી રહ્યા હોવાથી અને પોતાના અને પોતાના પરિવારને જાનનું જોખમ જણાતું હોઇ હાલ પુરતા તાજના સાક્ષી નહિ બનવા માંગતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણની તપાસ જ્યારેથી સીબીઆઇને સોંપાઇ છે.ત્યારથી તે કેસમાં સતત ગાજતો રહ્યો છે. જેમાં આરોપી પૈકી એક આરોપી અને ઉચ્ચ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને સહઆરોપીથી છેડો ફાડીને સીબીઆઇ સમક્ષ તાજના સાક્ષી બનવાના મુકતીના માંગણી કરી હતી.અને ત્યારથી તેઓ તેમના સહઆરોપીઓમાં અળખા બની રહ્યા છે.

દરમિયાન આજે મંગળવારે અમીને પોતાના વકીલ મારફતે સીબીઆઇ કોર્ટમાં એવી અરજી કરી હતી. કે આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇને પોતાની પાસેના પુરાવાઓ આપીને તાજના સાક્ષી બનવા માટે અરજી કરી હતી. જે પુરાવાઓ સીબીઆઇને તપાસમાં મદદરૂપ બની શકે તેમ છે. તાજના સાક્ષી બની તે અંગેનું નિવેદન આપવા બાદ મહિનાઓ સુધી હજુ તેમનું નિવેદન લેવાયું નથી.

બીજી તરફ સહઆરોપીઓએ અમીન તાજના સાક્ષી ન બની શકે તેવી અરજી કરી અમીનના તાજના સાક્ષી બનવાની પ્રક્રિયા ડિલે કરાવી રહ્યા છે. સીબીઆઇ કોર્ટે આ મુદ્દે હાઇકોટઉનું સુચન માંગતાં હાઇકોર્ટે પણ તાજના સાક્ષી બનવા માંગતા આરોપીનું નિવેદન લેવું જોઇએ અને સહઆરોપીઓ કોઇને તાજના સાક્ષી બનતા રોકી શકે નહિ તેવું સુચન કરવા છતાં હજુ સુધી સીબીઆઇ કોર્ટ પોતાનું તાજના સાક્ષી બનાવા અંગેનું નિવેદન લેતી તથી.

આ ઉપરાંત અમીને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે જયારથી તેમને તાજના સાક્ષી બનાવી જાહેરાત કરી હતી ત્યાર બાદ તેમને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવ્યા હતા ત્યારે મોડી રાત્રે જેલરે અમીનની બેરેકમાં જઇ ધમકી આપી હતી તથા જેલમાં પણ પુરતી સુરક્ષી નહોતી આટલુંજ નહિ પરંતુ એકે ખુંખાર આરોપીએ કોર્ટ સમક્ષ એવો એકરાર પણ કર્યો હતો કે ખુદ જેલરે તેને અમીનનું મર્ડર કરવા રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી જે ઘટના બાદ અમીનને અમદાવાદ, સાબરમતી જેલમાંથી વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પોતાની અને પરિવારના જાનના જોખમ, અને માનસિક ત્રાસ ઉપરાંત તાજના સાક્ષી અંગેના નિવેદન લેવામાં થઇ રહેલા વિલંબને લઇને અમીને આજે સીબીઆઇ કોર્ટ સમક્ષ એવી અરજી કરી હતી તેઓ હાલ પુરતું આ પ્રકરણમાં તાજના સાક્ષી બનવા માંગતા નથી પરંતુ પોતાનો તાજના સાક્ષી બની કોર્ટમાં નિવેદન આપવાનો હક કાયમ રાખવો અને જ્યારે આ કેસ ટ્રાયલ ઉપર આવે ત્યારે તાજના સાક્ષી બનું કે નહિ તે અંગેનો નિર્ણય લેશે.

Comments are closed