સ્થાયીમાં નવા ચહેરા-જૂથબંધીને જાકારો
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટે અત્યંત મહત્વની એવી લોકસભાની ચૂંટણી પૂર્વે શહેર ભાજપના તમામ જૂથોને નહિ પણ પાયાના કાર્યકરોને રાજી રાખવા માટે આજે ભાજપની નેતાગીરીએ સ્થાયી સમિતિના છ સભ્યો તરીકે રાખી શાહ, મનોજ પટેલ, પૂનમ શાહ, ગીતા કાછીયા, અનીલ દેસાઈ અને ચંદ્રકાંત ઠક્કરની નિમણુંક કરી હતી.
બે વર્ષ માટે નિમણુંક પામેલા આ તમામ નેતાઓ કરતા પાર્ટીને સમર્પિત હોવાની છાપ છે.