Follow us on    |   Today : 20/02/2018       12:59:01                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

૧-૧-૧૧…ગ્રહણોનું વર્ષ…

૧-૧-૧૧ થી શરુ થતું વર્ષ  પોતાની સાથે ૬ ગ્રહણોને લઈને આવી રહ્યું છે. આ ખગોળીય ઘટના લગભગ ૬ વર્ષ બાદ બની રહી છે. પ્રથમ ગ્રહણ ચોથી  જાન્યુઆરીના રોજ છે. તેના માટે જ્યોતિષાચાર્યો અને ખગોળવિદો અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ગ્રહણ રાજકારણ માટે સારુ નથી. તેમાં વિકાસ માટે લેવાનારા મોટા નિર્ણયો અંગે સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.આ વર્ષમાં ૪  અંશતઃ સૂર્યગ્રહણ અને બે પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. ૪ જાન્યુઆરી, ૧૫ જૂન અને ૧૦ ડિસેમ્બરે દેખાનારા ગ્રહણ જ ભારતમાં દેખાશે. બાકીના ૧ જૂન, ૧ જુલાઈ અને ૨૫ નવેમ્બરે દેખાનારા આંશિક સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય.આ બધી જ ઘટનાઓનું આગવુ ઐતિહાસિક મહત્વ છે. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભોમવતી અમાસના દિવસે આવે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ પણ આગવુ મહત્વ છે. આ વર્ષે આવનારા ગ્રહણોની સંખ્યા મોટી હોવાથી તે બધા માટે કૂતુહલ બની રહ્યા છે.

દરેક વર્ષમાં કોઇકને કોઇક તો ખાસ દિવસો આવતા જ હોય છે. આ પહેલા પણ લગભગ બધા જ વર્ષોમાં જે તે તારીખ અને સમય પ્રમાણે એક ખાસ આંકડો બનતો હોય છે. જેમકે વર્ષ 2010માં સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે 5 કલાકે 6 મિનિટે અને 9 સેકંડે 5-6-7-8-9-10નો અનોખો સંયોગ રચાયો હતો.

આવા આંકડાના સંયોગોનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અનોખુ મહત્વ હોય છે. વર્ષ 2011 આખી 21મી સદીને પણ ખાસ બનાવશે અને કદી ન સર્જાયેલા યોગ પણ સર્જશે. આ વર્ષે તારીખોમાં સૌથી વધારે 1ના અંકનો ઉપયોગ થાય છે.

આ વર્ષે 1 જાન્યુઆરી 2011 એટલે કે 1-1-11, 11 જાન્યુઆરી 2011 એટલે કે 11-1-11, 1 નવેમ્બર 2011 એટલે 1-11-11 અને 11 નવેમ્બર 2011 એટલે કે 11-11-11 એમ ચાર અનોખા યોગ સર્જાશે.

Comments are closed