Follow us on    |   Today : 20/02/2018       12:58:41                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ભાઈ જ બનશે ભાઈનો તારણહાર !!!!

૨-જી સ્પેક્ટ્રમના લાખો કરોડના સ્કેમના મુખ્ય બે ‘લાભાર્થી’ પૈકીના એક એવા અનીલ અંબાણીની ફ્લેગશીપ કંપની રિલાયન્સ કોમ્યુનીકેશનની ખસ્તાહાલ નાણાકીય પરિસ્થિતિની વાત છેલ્લા કેટલાય દિવસોથી બજારમાં ફરી રહી હતી…

૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની મુખ્ય ખેલાડી નીરા રાડીયાએ અનીલ અંબાણીની કંપનીની અંદરુની માહિતી મીડિયાના કેટલાક માંધાતાઓને આપી જ હતી…પરંતુ ત્યારે કોઈએ એ વાત ગંભીરતાથી લીધી નહોતી…

હવે આ વાત હકીકત બની બજારમાં આવી છે…અનીલ અંબાણીની રિલાયન્સ કોમ. કંપની હવે મુકેશ અંબાણી જ ખરીદી રહ્યા હોવાની વાત ગઈકાલે બજારમાં વહેતી થતાં રિલાયન્સ કોમના શેર ઉંચકાયા હતા…

સામાન્ય રોકાણકાર તો કદાચ નહિ જાણતો હોય પણ શેરબજારના માહીરો એ વાતથી  અજાણ નથી કે ભાઈ જ ભાઈ નો તારણહાર બનવા જઇ રહ્યો છે…હા..સંબંધો ભાઈ ના નહિ પણ માત્ર રૂપિયાના !!!

ટૂંકમાં ટેલીકોમની દુનિયા હજુ પણ અંબાણીની મુઠ્ઠીમાં જ રહેશે….

Comments are closed