Follow us on    |   Today : 22/01/2018       07:53:16                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

કોબ્રાનો વધુ એક ડંખ-operation blue virus

મોદી અને ભાજપના સ્ટિંગ કરવા માટે જાણીતા તહેલકાનું ‘મરણ’ થઇ ગયું હોવા છતાં કોબ્રાપોસ્ટ હજુ કાર્યરત છે. આજે કોબ્રાપોસ્ટ દ્વારા મોદી સરકારને મધ્યબિંદુમાં રાખી વધુ એક ડંખ મારવામાં આવ્યો. એક બાજુ જયારે મોદીજીને ‘ટાઈમ’ મેગેઝીનના કવર પેઈજ પર લાવવા સાયબર આર્મી અને સોપારી લેતી કંપનીઓ કામે લાગી છે ત્યારે કોબ્રાપોસ્ટ દ્વારા કરવામાં આવેલો આ ઘટસ્ફોટ સોશિયલ મીડિયા […]

અભી બોલા અભી ફોક કે ભાસ્કરે ભાંગરો વાટ્યો?

ઈતિહાસનો સહારો લઇ કોંગ્રેસ અને ખાસ કરીને નહેરુ-ગાંધી પરિવાર પર જબરદસ્ત શાબ્દિક હુમલા કરનાર ભાજપના ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની અંતિમ યાત્રા મામલે ગોથું ખાઈ ગયા અથવા તો ભાસ્કરે ભાંગરો વાટ્યો. ભાસ્કરની તમામ એડિશનમાં મોદીના નામે એવી વાત વહેતી થઇ હતી કે નહેરુ સરદાર સાહેબની અંતિમ યાત્રામાં ભાગ લેવા મુંબઈ ગયા નહોતા. કથિત નિવેદનમાં […]

પવારનું પોલીટીક્સ કોંગ્રેસને ડૂબાડશે

રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચુકેલા મરાઠા મહારથી શરદ પવારનું ડુંગળી પોલીટીક્સ ચાર રાજ્યોની વિધાનસભા અને ત્યાર બાદ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુપીએનું જહાજ ડૂબાડશે એ નક્કી છે. પવાર ભલે યુપીએ છોડતા નથી પણ કોંગ્રેસથી અત્યંત નારાજ છે. પવાર સમજી ચુક્યા છે કે કોંગ્રેસનો હાથ અને સાથ મહારાષ્ટ્રમાં એમની પાર્ટી માટે અભિશાપ પુરવાર થશે. […]

True Lies-સચ્ચા જૂઠ યા જૂઠા સચ????

એક સદીથી યે વધુ સમયથી પ્રકાશિત અંગ્રેજી દૈનિક ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની બે કોલમ રાજકારણ અને સરકારી તંત્ર સાથે સંકળાયેલાં તમામે વાંચવા જેવી હોય છે. રવિવારે ‘બનયન સીટી બાર્બેક્યુ’ નામની કોલમ અને સોમવારે પાંચમાં પાને છપાય છે True Lies…રવિવારે વડોદરામાં સપ્તાહ દરમ્યાન બનેલી ઘટનાઓ માંહેથી અંદરની વાતો શોધીને લખવામાં આવે છે તો સોમવારે ગાંધીનગર માં બનેલી […]

કરમાપાનો ઉપયોગ ચીન જાસૂસ તરીકે કરે છે ????

બૌદ્ધ ધર્મના દલાઈ લામાના ઉત્તરાધિકારી તરીકે ચીન જેમની તરફદારી કરી રહ્યું છે એવા કરમાપાની આજે પણ પોલીસ દ્વારા ખાસી પુછપરછ કરવામાં આવી હતી. કરમાપા આમ તો ભારતના અતિથી છે પરંતુ હિમાચલ પ્રદેશમાં ચીનથી બૌદ્ધ લામા તરીકે આવનારા અનેક હોય છે જેમની કોઈ પુછપરછ કરતુ નથી. શક્ય છે કરમાપાની પણ પુછપરછ ક્યારેય ના થઇ હોત જો […]

ગુજરાતના પચાસ ટકા કોંગ્રેસીઓ પક્ષ વિરુદ્ધ !!!

ત્રણ દિવસ પૂર્વે અમદાવાદ ખાતે મળેલી કોંગ્રેસની કારોબારીમાં દિલ્હીથી આવેલા પ્રભારી બી.કે.હરિપ્રસાદે ગુજરાત કોંગ્રેસમાં ૫૦ ટકા નેતાઓ અને કાર્યકરોએ તાજેતરની ચૂંટણીઓ દરમ્યાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો જાહેરમાં એકરાર કરતાં સૌ ચોંકી ઉઠ્યા હતા. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા એ ચૂંટણી દરમ્યાન પક્ષ વિરોધી કમ કરનારાઓને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ એવું સુચન કરતાં હરિપ્રસાદે કહ્યું […]

હાલ જો ચૂંટણી થાય તો કોંગ્રેસના સુપડા સાફ…

ડહોલાયેલા રાજકિય માહોલમાં હવે દિલ્હીમાં કઈ પણ થઇ શકે એવી શક્યતા હોવાથી ઇન્ડિયા ટુ ડે દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં કેટલીક ચોંકાવનારી વાત બહાર આવી છે… હાલ જો લોકસભાની ચૂંટણી યોજાય તો મોંઘવારીનો માર ઝીલતી પ્રજા મતરૂપી હથિયારથી કોંગ્રેસને ‘મરણતોલ’ માર મારી શકે છે…એક પછી એક બહાર આવી રહેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓએ સોનિયા ગાંધીને સૌથી લોકપ્રિય […]

અસીમાનંદના એકરારનામાને પગલે અનેક ઉતર્યા ભૂગર્ભમાં..

માલેગાંવ,હૈદરાબાદ,અજમેર અને સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટની જવાબદારી સ્વામી અસીમાનંદે પોતાના શિરે લીધી હોવાના ઘટસ્ફોટ બાદ દક્ષિણ ગુજરાતના શબરીધામ,આહવા,વ્યારા,બારડોલી જેવા નગરો અને વડોદરા શહેરના અનેક કટ્ટરવાદીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે…

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au