Follow us on    |   Today : 22/01/2018       07:53:58                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

અન્ય પાર્ટીઓના કપડા ઉતારનાર આમ આદમી પાર્ટીના કપડા ઉતરી ગયા

જનલોકપાલ બીલના નામે અન્નાના ખભા પર ચડી રાજનીતિના દલદલમાં કુદનારા અરવિંદ કેજરીવાલ આણી મંડળીના અરમાનો પર આજે પાણી ફરી વળ્યું. દિલ્હીના રાજકારણ અને મીડિયામાં જેની ઘણા દિવસોથી ચર્ચા હતી એ CD આજે એક ચેનલ પર બહાર આવી અને તહેલકો મચી ગયો. આમ આદમી પાર્ટીના બે ‘ગદ્દાર’ સાઝીયા ઈલમી અને કુમાર વિશ્વાસ ફંડફાળો માંગતા અને લેતા […]

પટણાના બ્લાસ્ટે ખોલી નીતિશના દુશાસનની પોલ-ભાજપની વાહવાહી

બિહારના પટણામાં થયેલા સાત સિરિયલ બ્લાસ્ટમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા અને 80થી વધુ લોકો ઘાયલ થયા. આ બ્લાસ્ટને પગલે નીતિશના દુશાસનની પોલ ખુલી ગઈ. મોદીની સભામાં થયેલા આ બ્લાસ્ટ અંગે સૂત્રોનું કહેવું છે કે, મુઝફ્ફરનગરમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાનો બદલો લેવા આ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટએ આંતકવાદી પ્રવૃત્તિ હતી કે કોઈ રાજકીય દાવપેચ તે […]

પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનથી ઉઠી મોદીની આંધી

પટણામાં આજે ભાજપના પ્રચંડ શક્તિપ્રદર્શન સમાન હુંકાર રેલી યોજાઈ. દેશ જ નહિ પણ દુનિયાએ આજે પટણાના ઐતિહાસિક મેદાન પરથી ઉઠતી નરેન્દ્ર મોદીની આંધી નિહાળી. આ મહારેલી અગાઉ ક્યારેય ન એકત્ર હોઈ એવી ભીડને કારણે ઇતિહાસમાં દર્જ થઇ. જો દેશની જનતાનો આજ મિજાજ હશે તો મોદીને વડાપ્રધાન બનતા હવે કોઈ રોકી નહિ શકે. રેલી પૂર્વે અને […]

દુશ્મનની ગોળીનો જવાબ ગોળીઓથી આપો-ગૃહમંત્રી ગર્જ્યા

પાકિસ્તાનની ફાયરીંગ માં BSFના એક જવાનના મોતથી ગુસ્સે થયેલા ગૃહમંત્રી શિંદેએ સૈનિકોને કહ્યું છે કે,’સીમા પાર થી  કારણ વિના ફાયરીંગ કરનારાઓને સખત જવાબ આપવામાં આવશે.’ એમણે કહ્યું હતું કે,’આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત યુદ્ધવિરામના ભંગ બદલ BSFની વધારે ફોર્સ મોકલવામાં આવશે અને પાકિસ્તાનને સખત જવાબ આપવામાં આવશે.’ ઉપરાંત સૈનિકોને જણાવ્યું કે,’ગોળી નો જવાબ ગોળીઓથી આપો.’ મંગળવારે […]

કોલસા મામલે મનમોહને મૌન તોડી કહ્યું 'તપાસ માટે તૈયાર'

કોલસા કૌભાંડ અંગે વડાપ્રધાન મનમોહને આજે મૌન તોડી જણાવ્યું હતું કે તેઓ સીબીઆઇની પૂછપરછ માટે તૈયાર છે. આખરે કાયદાથી મોટું કોઇ નથી. હું પણ નહીં. તેમણે કહ્યું કે કોલ બ્લોક ફાળવણીના મામલે છુપાવવા જેવું કંઇ પણ નથી. વડાપ્રધાન મનમોહનસિંઘ ગુરુવારે પોતાના વિમાનમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. વાસ્તવમાં, વિપક્ષો કોલસા કૌભાંડમાં વડાપ્રધાનને આરોપી નંબર […]

આદર્શ મામલે મોડે મોડે જાગી સરકાર…અનેક લાભાર્થીઓને ત્યાં પહોંચી સીબીઆઈ..

મુંબઈના પોશ એરિયામાં સૈન્યની જમીન પર ઉભી થયેલી બહુમંઝીલા ઈમારત જે આદર્શ કોલોની તરીકે જાણીતી થઇ છે અને જે કૌભાંડ બહાર આવતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું એ કૌભાંડમાં આખરે સીબીઆઈએ એફઆરઆઈ દાખલ કરી કૌભાંડના લાભાર્થીઓ એવા સેનાના નીવૃત્ત અધિકારીઓ થી માંડી સરકારી બાબુઓના નિવાસસ્થાનો પર આજે સવારથી જ દરોડા પાડી મહત્વના દસ્તાવેજો તથા નાણાકીય […]

થોમસ મામલે સરકારે કરવી પડી સ્પષ્ટતા…

સરકારી કામોમાં થતાં ભ્રષ્ટાચારને નાથવાની જેમના પર જવાબદારી છે એવા મુખ્ય વિજીલન્સ આયુક્તપદે થોમસ જેવા વિવાદિત અધિકારીની નિમણુંક સામે સર્વોચ્ય અદાલતમાં થયેલા કેસના અનુસંધાનમાં ગુરુવારે સરકાર તરફથી ફાઈલ કરાયેલા જવાબમાં એડવોકેટ જનરલે અત્યંત ચોંકાવનારું વિધાન કરતાં યુ.પી.એ. સરકારમાં શું વડાપ્રધાન મનમોહનસિંગને કોઈ મૂર્ખ બનાવી રહ્યું છે એવો સવાલ આમ જનતા માં ચર્ચાતો હતો. સર્વોચ્ય અદાલતે […]

વાઇરસથી પ્રજાતિ નાશ ના થાય એ માટે ગીરના સિંહોનું સ્થળાંતર જરૂરી-જયરામ

ગીરની એક દિવસની ઉડતી મુલાકાતે આવેલા વિવાદાસ્પદ વિધાનો માટે જાણીતા કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આજે વધુ એક વિવાદાસ્પદ વિધાન કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ એક શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ગીરના અભ્યારણમાંથી થોડા સિંહ અને સિંહણોને અન્ય રાજ્યમાં માફક આવે એવી જગ્યા એ વસાવી એમની પ્રજાતિને સંભવિત વાઇરસ હુમલાથી બચાવવી […]

મોદીના વખાણ વસ્તાનવીને ભારે પડ્યા…અંતે રાજીનામું આપવું પડ્યું…

મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત મહત્વની ગણાતી દારુલ ઉલુમ ,દેવબંદ સંસ્થાના ઉપકુલપતિ તરીકે હજુ ૧૦ જાન્યુંઆરીએ જ નિયુક્ત થયેલા સુરતની બાજુમાં આવેલા વસ્તાન ગામના રહીશ અને એમબીએ સ્નાતક ઉદારવાદી ગુલામ મહંમદ વસ્તાનવીએ અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને આપેલી મુલાકાતની જે આખાયે દેશમાં ચર્ચા નું કેન્દ્ર બની હતી એ મુલાકતે આખરે વસ્તાન્વીના પદનો ભોગ લીધો. દારુલ […]

નાણામંત્રીને કાળા નાણાનો કોઈ અંદાજ જ નથી !!!

વિદેશોની બેન્કોમાં જમા અબજો કરોડ રૂપિયાના કાળા નાણાની માહિતી મેળવવામાં તથા આ નાણા પાછા લાવવામાં કેન્દ્ર સરકારની ઉદાસીનતા અંગે સર્વોચ્ય અદાલતે કરેલી ટીપ્પણી બાદ આજે કેન્દ્ર સરકારના નાણા મંત્રી પ્રણબ મુખરજી આજે પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયા હતા અને સરકારે કરેલી કાર્યવાહીની વિગતો આપી હતી. પ્રણબ મુખરજીના જણાવ્યા અનુસાર લગભગ ૪૬૨ થી મંદી ૧૫૫૦ બિલિયન યુ.એસ.ડોલર્સ […]

Photo Gallery

Web Statistic : | Total Sayaji Samachar Counter hits by : Sayaji Samachar Counter Visitors.
Copyright © 2011 Sayaji Samachar. All Rights Reserved.

Design and Developed by Softworld Solutions

Powered by:
2D Animation, 3D Animation, Website & Graphic Designing Studio in Australia | The Studio5 Australia

www.thestudio5.com.au