Follow us on    |   Today : 19/03/2018       09:58:33                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

આ ટેસ્ટ પોસ્ટ છે…

લાંબા સમયના વિરામ બાદ ટૂંક જ સમયમાં સયાજી સમાચાર પુનઃ ધબકતું થશે..ઇન્તજાર કરો..

વિસ્તરણની વાત મળતા જ જીતુ સુખડીયા અમેરિકાથી ઉડ્યા

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે એ લગભગ નક્કી છે. ગાંધીનગર છોડી નવી દિલ્હી જતા પૂર્વે ગુજરાત ભાજપના ઘરને વ્યવસ્થિત કરવા મોદીજીએ પરમ ભક્તોને ૧૧ નિગમોના અધ્યક્ષ બનાવી હજારો કાર્યકર્તાઓ સમક્ષ નિમણુંકોનું ગાજર લટકાવ્યું. મંત્રીમંડળની રચના બાદ જો કે જેમની સમક્ષ ગાજર લટકાવ્યું હતું એવા અનેક પૈકીના છ ચહેરાઓને આવતીકાલે મંત્રીમંડળમાં લેવાશે એવા સમાચાર […]

દિવાળીએ આરોગ્ય ખાતું આવ્યું એકશનમાં-મિઠાઈની દુકાનો પર દરોડા

કેરીની સીઝન આવતા જ કાર્બાઈડથી પક્વાતી કેરી શોધવા ફ્રુટ બજાર પર પહોંચી જતું પાલિકાનું અત્યંત ભ્રષ્ટ આરોગ્ય ખાતું આજે દિવાળી નજીક આવતા જ મિઠાઈની દુકાનો પર માવાના સેમ્પલ લેવા પહોંચી ગયું. નવાઈની વાત તો એ છે કે તંત્ર દ્વારા લેવાયેલા નમુનાનો રિપોર્ટ તો દિવાળી બાદ આવશે. એ પહેલા તો એ જ માવામાંથી બનાવાયેલી હજારો કિલો […]

સત્તાધીશોના પાપે સયાજીરાવની સંસ્કારનગરી બની મચ્છરનગરી

પાલિકા તંત્રની ઘોર લાપરવાહી અને અત્યંત નબળા વહીવટ તથા ભ્રષ્ટાચારથી ઉત્પન્ન ચોમેર ફેલાયેલી ગંદકીને કારણે મચ્છરોના ત્રાસથી બીમારીઓનો શિકાર બનતા બાળકોને બચાવવા શહેરની જાણીતી સ્કુલ બરોડા હાઈસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મની જગ્યાએ લાંબી બાંયના શરત, પેન્ટ અને બુટ્મોજા તેમજ વિદ્યાર્થીઓને પણ શરીર સંપૂર્ણ ઢંકાય એવા વસ્ત્રો પહેરવા સુચના અપાયાની જાણ થતા જ કોંગ્રેસના ટેકનોક્રેટ પ્રમુખ નરેન્દ્ર […]

બોગસ NDPS કેસમાં વકીલ જગદીશ રામાણીને મળ્યા જામીન

વર્ષો પૂર્વે 2006 માં પ્રકાશ પિલ્લાઇ નામના એક જાણીતા વ્યક્તિને નામચીન સોમાણી બંધુઓના ઈશારે નાર્કોટિક્સના બોગસ કેસમાં ફસાવનાર ગેન્ગના સુત્રધાર અને સહભાગી મનાતા વડોદરાના જાણીતા ક્રિમીનલ લોયર જગદીશ રામાણી સહીત પૂર્વ પોલિસ અધિકારીઓ બોગસ વોરંટ ફેઈમ રાજગોર અને પૂર્વ DYSP ભગીરથસિંહ જાડેજાની સી.આઈ.ડી.ક્રાઈમે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ ન મળતા ત્રણેને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા હતા. […]

માધવનગરના 'હત્યારા'ઓની જામીન અરજી કોર્ટે ફગાવી

હજુ માંડ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી હતી એ સમયે આજથી ૧૨ વર્ષ પૂર્વે જેમને વુડા તરફથી માધવ-કેશવ-દીનદયાળ નગરોના નામે મકાનો મળ્યા હતા એવા હજારેક કુટુંબો આજે બેઘર બની જાહેર માર્ગો પર જીવન વિતાવી રહ્યા છે. વુડા દ્વારા નિર્મિત સાવ તકલાદી મકાનો પકીના માધવનગરના બે બ્લોક તૂટી પડતા માર્યા ગયેલા ૧૧-૧૧ ગરીબોના પરિવારજનોને સરકાર તરફથી હજુ […]

અન્ય કેદીઓની જેમ સંજય દત્તને માફી માંગવાનો અધિકાર છે-નિકમ

‘આપણે ત્યાં કાયદાના સ્ટ્રકચરમાં ફેરફાર કરવાની જરૂર છે. પોલીસ આરોપીને પકડે છે પણ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કમી છે. એટર્નીને પોલીસની સાથે જ હોવું જોઈએ જેથી તેને ઇન્વેસ્ટિગેશન અંગેની માહિતી રહે. આપણા દેશમાં પ્રોસિક્યુટર પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ભાગ લઈ શકતા નથી. જેને લીધે ઘણી બાબતો અસ્પષ્ટ રહી જાય છે.’ એમ આજે દેશના જાણીતા એડવોકેટ ઉજજવલ નિકમે એક વાતચીતમાં […]

બોગસ નાર્કો કેસમાં વકીલ રામાણી સહીત પોલિસ અધિકારીઓની ધરપકડ

વર્ષો પૂર્વે 2006 માં પ્રકાશ પિલ્લાઇ નામના એક જાણીતા વ્યક્તિને નામચીન સોમાણી બંધુઓના ઈશારે નાર્કોટિક્સના બોગસ કેસમાં ફસાવનાર ગેન્ગના સુત્રધાર અને સહભાગી મનાતા વડોદરાના જાણીતા ક્રિમીનલ લોયર જગદીશ રામાણી સહીત પૂર્વ પોલિસ અધિકારીઓ બોગસ વોરંટ ફેઈમ રાજગોર અને ભગીરથસિંહ જાડેજાની આખરે સી.આઈ.ડી.ક્રાઈમે આજે રાત્રે ઘનિષ્ઠ પૂછપરછ બાદ ધરપકડ કરતા વકીલ આલમ અને અંધારી આલમમાં ખળભળાટ […]

મોદીના ખાસ મિનાક્ષીએ 'બળાત્કારી' બાપુનું ખુલ્લેઆમ કર્યું સમર્થન

ભાજપના વડાપ્રધાન અને સંચાલક એવા નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મિનાક્ષી લેખીએ આજે વડોદરામાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ‘બળાત્કારી’ સંત આસારામ બાપુની ધરપકડ માટે મીડિયા જવાબદાર હોવાનું જણાવી આસારામ બાપુનું સમર્થન કરતા ભાજપી નેતાઓના મુખૌટાઓ મીડિયા સમક્ષ છતાં થઇ ગયા હતા. પત્રકાર પરિષદમાં રાહુલ બાબાની જબરદસ્ત શાબ્દિક ધોલાઈ કરનાર મિનાક્ષી લેખીને જયારે […]

પેલેસના ગેઇટ પર રંગબેરંગી સાથિયા કોણે પૂર્યા??

હજુ ગઈકાલે જ વર્ષોના વિખવાદ બાદ જે પેલેસની મિલકતોની સુખરૂપ વહેંચણી થઇ એવા વડોદરાની શાન સમા લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય ગેઇટ પર જ્યાં ભગવો લહેરાય છે એ ગોપુરમ દરવાજે રોશનીઓથી ઝગમગતા રંગબેરંગી સાથિયા પુરાતા રાજમાર્ગ પરથી પસાર થતા હજારો વડોદરાવાસીઓએ માન્યું કે વર્ષોના વિખવાદ બાદ રાજવી પરિવારમાં સધાયેલા મનમેળને કારણે પરિવારે આ સાથિયા પુરવા મુંબઈથી […]